હિન્દુમાંથી બૌદ્ધમાં ધર્મ પરિવર્તન કરતા લોકો માટે સૌથી મોટી ખબર, સરકારે આપ્યો કડક આદેશ
છેલ્લાં કેટલાંક સમયથી હિન્દુ ધર્મમાંથી લોકોને બહેલાવીને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવી દેવાતુ હોવાનું પણ સામે આવ્યું છે. આવી સ્થિતિ ગુજરાત સરકારે નિયમોમાં કરી દીધો છે મોટો બદલાવ.
- બૌદ્ધ, શીખ કે જૈનમાં ધર્મ પરિવર્તનમાં પણ જાણ કરવી જરૂરી બનાવી દેવામાં આવી
- ગેરકાયદે રીતે હિન્દુમાંથી બૌદ્ધમાં ધર્મ પરિવર્તન કરાવતા લોકો પર સરકારની નજર
- જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓને મનઘડંત અર્થઘટન નહીં કરવા ગૃહ વિભાગની તાકીદ
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુમાંથી બૌદ્ધ, શીખ કે જૈન ધર્મ પરિવર્તન માટે ગુજરાત સરકાર દ્વારા આ મહત્ત્વનો આદેશ આપવામાં આવ્યો છે. હવે સરળતાથી પહેલીની જેમ એક સહી કરવાથી નહીં પુરુ થઈ જાય કામ. આ પ્રકારની ગતિવિધિઓ પર હવે લાગી જશે રોક. ગેરકાયદે રીતે થતા ધર્માંતરણો અટકાવવા હવે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. સાથે જ આ અંગેના નિયમોમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
અગાઉ ચાલતી હતી આવી લાલિયાવાડીઃ
પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી જરૂર નથી તેવી રજૂઆતો કરાતી હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા મનઘડંત અર્થઘટન કરાતું હોય છે. જે કેસમાં અરજદાર દ્વારા મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરાય છે, તેમાં જે તે કચેરી દ્વારા બંધારણના આર્ટિકલ અંતર્ગત હિન્દુ ધર્મમાં શીખ, જૈન અને બોદ્ધ ધર્મનો સમાવેશ થતો હોઇ અરજદારને ધર્મ પરિવર્તન કરવા માટે મંજૂરીની જરૂરિયાત રહેતી ન હોઈ આવી અરજી દફ્તરે કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. તેના કારણે ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દા અરજદારોને પાઠવાતા જવાબ ન્યાયિક લિટિગેશનમાં પરિણમે તેવી સંભાવના છે.
રાજ્યના ગૃહ વિભાગે હિન્દુમાંથી શીખ, જૈન કે બૌદ્ધધર્મ અંગીકાર પૂર્વે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવાની રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવાની ઘટના વધી છે ત્યારે રાજ્ય સરકારે બૌદ્ધ ધર્મને અલગ ગણીને ધર્મ પરિવર્તન કરાવનારી વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી અને કરનારી વ્યક્તિને જાણ કરવાની રહેશે તેમ જણાવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓને પણ ધર્મ સ્વાતંત્રતાને લગતા અધિનિયમ ધ્યાને રાખી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા તાકીદ કરી છે.
મનઘડંત રીતે થતા ધર્મ પરિવર્તનો પર સરકારની લાલ આંખઃ
વર્ષ 2021માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ- 2003ને સરકારે સુધાર્યા બાદ અનેક જિલ્લા કલેક્ટરો અર્થાત મેજિસ્ટ્રેટની કચેરીમાં આ કાયદા હેઠળના વર્ષ 2008ના નિયમોનું મનઘડંત અર્થઘટન થઈ રહ્યુ છે. જેથી ન્યાયિક લીટીગેશનોમાં વધારો થયો છે. હિન્દુ નાગરીકો દ્વારા બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની મંજૂરી માંગતી અરજીમાં નિર્ણયની પ્રક્રિયામાં અધિકાંશ જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર કચેરીઓ બંધારણના અનુચ્છેક 25(2)ને આગળ કરી રહ્યા છે. જેમાં હિન્દુ ધર્મમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થતો હોવાનું કહીને અરજીઓ રદ્દ કરતા હોવાનું ધ્યાને આવતા ગૃહ વિભાગે 8મી એપ્રિલને સોમવારની રાતે એક મહત્વનો પરિપત્ર કર્યો છે.
ધર્મ પરિવર્તનની ગેરરીતિ રોકવા સરકારનો પરિપત્રઃ
ખોટી રીતે મનઘડંત રીતે ધર્મ પરિવર્તનના કૌભાંડને રોકવા સરકારે અપનાવ્યું કડક વલણ. હિન્દુમાંથી બૌદ્ધ, શીખ કે જૈન ધર્મમાં પરિવર્તન માટેની મંજૂરી અનિવાર્ય હોવાની સુચના રાજ્યના તમામ કલેક્ટરોને આપી છે. ગુજરાતમાં દરવર્ષે વૈશાખ મહિનાની બુદ્ધ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ આંગીકાર થાય છે. આ વર્ષે લોકસભા ચૂંટણી વચ્ચે 23મી મેના રોજ બૌદ્ધ પૂર્ણિમા છે. આથી, આગામી દિવસોમાં કલેક્ટોરેટના અર્થઘટનોમાં ઈન્કારથી વિવાદ વકરે, કોર્ટમાં લિટીગેશનો વધે તે પહેલા જ ગૃહ વિભાગે નવેસરથી સૂચનાઓ પરિપત્રિત કરી છે. ઉપસચિવ વિજય બધેકાની સહીથી સોમવારે પ્રસિધ્ધમાં આદેશમાં કહેવાયુ છે કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદાના સંદર્ભમાં બૌદ્ધ ધર્મ એ એક અલગ ધર્મ ગણવાનો રહેશેથથ તદ્દનુસાર આ કાયદાની કલમ 5(1)ની જોગવાઈ હેઠળ હિન્દુ બૌદ્ધ, શીખ, જૈન ધર્મમાં પરિવર્તન કરાવનાર અર્થાત પૂજારી, પાદરી કે ધર્મના વડાએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ તેની મંજૂરી મેળવવી પડશે. આ જ રીતે કલમ 5(2) હેઠળ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ પણ મેજિસ્ટ્રેટને જાણ કરવાની રહેશે. નવેસરથી સુચનાઓ પરિપત્રિત કરવા પાછળ મૂળત: ઉક્ત કાયદાના 2008ના નિયમોનું મન ફાવે તેમ અર્થઘટન કારણભૂત હોવાનું ગૃહ વિભાગે જાહેર કર્યુ છે. આ પરિપત્રમાં દરેક કલેક્ટરને ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપતા અંગેની અરજીમાં કોઈ પણ અરજદારને કાયદાકીય જોગવાઈ, સરકારની વખતોવખતની સુચનાઓને પર્યાપ્ત અભ્યાસ કરીને નિર્ણય લેવા કહ્યુ છે. જેથી હવેથી આવી અરજીઓને મંજૂરી જરૂરી નથી તેમ જણાવીને દફતરે કરી શકાશે નહી.
ખાસ કરીને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા માટે મંજૂરીની અરજી અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરાતી નહીં હોવાનું ગૃહ વિભાગના ધ્યાને આવ્યું છે. કેટલાક કિસ્સામાં અરજદારો અને સ્વાયત સંસ્થાઓ દ્વારા પણ હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે પૂર્વમંજૂરીની ગૃહ વિભાગ દ્વારા હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન, બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મુદ્દે પુનઃ સૂચના જારી કરી તે કાર્ય પદ્ધતિ તાત્કાલિક અમલમાં મૂકવા જણાવ્યું છે. ધર્મ સ્વાતંત્રતાના અધિનિયમ મુજબ બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ ગણવાનો રહેશે અને હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન કે બૌદ્ધ ધર્મ પરિવર્તન કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની નિયમ મુજબ પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. તેવી જ રીતે ધર્મ પરિવર્તન કરનારી વ્યક્તિએ પણ યોગ્ય રીતે જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની રહેશે.