પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો નહિ પડે, બદલાયો આ નિયમ
Passport Verification : પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા હવે આવશ્યક નહીં... પોલીસે માત્ર નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે..આ મામલે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી... અરજદારના સરનામાની ચકાસણીની જરૂર નથી
Big Decision : પાસપોર્ટ માટેના પોલીસ વેરિફિકેશન મામલે મોટા સમાચાર આવ્યા છે..પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા આવશ્યક નથી...આ મામલે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોલીસે માત્ર નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે..અરજદારના સરનામાની ચકાસણીની જરૂર નથી..સાથે જ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઇ કિસ્સામાં વધુ ખરાઈ કરવાની જરુરી જણાય તો પોલીસે અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેવી.