ઝી મીડિયા/બ્યૂરો :વિજય રૂપાણી (Vijay Rupani) એ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામને લઈને અટકળો તેજ બની છે. સીએમ પદની રેસમાં નીતિન પટેલ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, ગણપત વસાવા, પ્રફુલ્લ પટેલ, પરશોત્તમ રૂપાલાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતને આજે નવા મુખ્યમંત્રી મળી શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં છે જેમાં સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું નામ CM પદના દાવેદાર તરીકે સૌથી આગળ છે. નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રી છે ત્યારે તેમણે CM બનાવી શકાય છે. ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ CM પદની રેસમાં સામેલ છે. તો બીજી તરફ આદિવાસી નેતા ગણપત વસાવાને પણ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સોંપાઈ શકે છે. આ સાથે દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સૌરાષ્ટ્રના મોટા નેતા એવા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ CMની રેસમાં દાવેદાર મનાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષ અને 36 દિવસના શાસન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani Resigns) એ રાજીનામું આપી દેતાં ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રીના રાજીનામાથી તમામ મંત્રીઓએ પણ રાજીનામું આપવું પડ્યું છે. અને રાજકીય ભૂકંપનો આ ઘટનાક્રમ તમામ માટે આશ્ચર્ય આપનારો છે. સવાલ એ થાય કે ગુજરાતના નવા સુકાની કોણ હશે..? કોણ બનશે રાજ્યના 17મા મુખ્યમંત્રી..? 


મોદી સરપ્રાઈઝ આપવામાં પ્રખ્યાત
પીએમ મોદીની સરપ્રાઈઝ આપવાની સ્ટાઈલ પ્રખ્યાત છે. આવા રાજકીય નિર્ણયોમાં પીએમ મોદી હંમેશા નવુ નામ જાહેર કરીને સૌને ચોંકાવી દે છે. આવામાં સીએમ પદ માટે કોઈ નવુ નામ આવે તેની શક્યતાઓ વધુ જોવાઈ રહી છે. તો બીજી તરફ, ગઈકાલે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની એને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને એ લગભગ નક્કી છે. રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે.