યુવરાજને પોલીસનું તેડું! ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજાને ફટકારી બીજી નોટીસ
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ વિરુદ્ધ કેટલાક આક્ષેપો મામલે સમન્સ આપ્યું હતું. યુવરાજ સિંહ આજે તબિયત ખરાબ થતા હાજર થયા નહોતા, અને તેમણે પોલીસ સમક્ષ હાજર થવામાં 10 દિવસનો સમય માંગ્યો છે.
અતુલ તિવારી/ભાવનગર: ડમી ઉમેદવાર કાંડનો મુદ્દો તૂણ પકડી રહ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ચર્ચામાં છે. જોકે, હવે તેમને પોલીસની પૂછપરછની ચિંતા સતાવી રહી હોય તેવું પણ પ્રતિત થઈ રહ્યું છે. આજે ભાવનગર ખાતેથી રેન્જ આઈજી ગૌતમ પરમારનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ વિરુદ્ધ કેટલાક આક્ષેપો મામલે સમન્સ આપ્યું હતું. યુવરાજ સિંહ આજે તબિયત ખરાબ થતા હાજર થયા નહોતા, અને તેમણે પોલીસ સમક્ષ હાજર થવામાં 10 દિવસનો સમય માંગ્યો છે. ભાવનગર પોલીસ તરફથી 21 તારીખે 12 વાગ્યા સુધીમાં હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું છે. તપાસમાં પોલીસે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, 6ની ધરપકડ થઈ છે. ડમીકાંડમાં તમામ દોષીઓને ઝડપી લેવાશે. આક્ષેપો મુજબ તટસ્થ તપાસ માટે યુવરાજનો પક્ષ જાણવો જરૂરી છે. બીજીવાર હાજર ના રહે તો કાયદાકીય પ્રક્રિયા વિશે વિચારણા થશે.
ગૌતમ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે તપાસ ચાલુ છે એમાં પુરાવા મુજબ કાર્યવાહી થશે. બિપિન ત્રિવેદીની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ તપાસ પુરાવા મુજબ થાય છે, એ મુજબ કાર્યવાહી થશે. કેટલાક આરોપીઓ સામે પુરાવા પણ મળ્યા છે, કાર્યવાહી નિયમ મુજબ થશે. તમામ પુરાવા અને સત્યતા ચકાસ્યા બાદ તમામની ધરપકડ થશે. દસ્તાવેજી પુરાવાનું વેરિફિકેશન ચાલુ છે. તમામ શખ્સોની પૂછપરછ ચાલુ છે. પોલીસની કોઈ ઢીલી નીતિ નથી, તપાસ બાદ તમામને તક આપવી પડે છે. જે પણ તપાસ ચાલી રહી છે એમાં પુરાવા મેળવી કોર્ટમાં રજૂ કરવાની થતી હોય છે.
ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બિપિન ત્રિવેદી દ્વારા યુવરાજસિંહનું નામ લેવાયું છે, એટલે એને સમન્સ આપવામાં આવ્યું છે. યુવરાજ જવાબ આપવા આવે ત્યારે જ અટકાયત કે ધરપકડ જેવી કોઈપણ કાર્યવાહી અંગે ત્યારબાદ જ કાર્યવાહી કહી શકાય એમ છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ચર્ચામાં છે. પહેલાં તેમને પોતાના અને પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી હતી. જોકે, હવે તેમને પોલીસની પૂછપરછની ચિંતા સતાવી રહી હોય તેવું પણ પ્રતિત થઈ રહ્યું છે. એજ કારણ છેકે, પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાને બદલે યુવરાજસિંહે હજુ પણ થોડા દિવસોનો સમય માંગ્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે એ પણ જણાવ્યું છેકે, હાલ તબિયત અચાનક લથડી હોવાથી સારવાર કરવી જરૂરી છે. જેથી તેમાં ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં માગ્યો 10 દિવસનો સમય.
એવું જણાવવામાં આવ્યું છેકે, હાલ યુવરાજસિંહની તબિયત લથડી ગઈ છે. યુવરાજસિંહ જાડેજાની પત્નીએ ટ્વીટ કરી આપી જાણકારી. ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં સમય માંગ્યો છે. સતત વધતા જતા ઉજાગરાના કારણે યુવરાજસિંહની તબિયત બગડી હોવાનું કારણ સામે ધરવામાં આવ્યું છે. પરિવારની ચિંતા અને ડિહાઈડ્રેશનના કારણે તબિયત બગડી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેથી સમગ્ર ડમીકાંડ અને તેની પૂછપરછ માટે ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં વધુ 10 દિવસ બાદનો સમય માંગવામાં આવ્યો છે. આ પહેલાં યુવરાજસિંહે પોતે ટ્વીટ કર્યું હતુંકે, મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી છે. બહુ મોટા સ્કેમ પર કામ કરી રહ્યો છું. સ્કેમ ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું.
ઉલ્લેખનીય છે કે, પોલીસે સમન્સ પાઠવતા જવાબ આપવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતાં. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે કહ્યુંકે, હું સાચો છું, ગમે તેવા સવાલોના જવાબ આપવા મારી તૈયારી છે. ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ દ્વારા કરાયેલા આક્ષેપ બાબતે યુવરાજની SOG પૂછપરછ કરવાની હતી. અગાઉ પૂછપરછમાં સહિયોગ આપવાની વાત કરનાર આજે કામે લાગી ગઈ. પ્રેસ કોંફરન્સમાં કેટલીક વ્યક્તિઓના નામો નહીં આપવા બાબતે નાણાકીય વ્યવહાર કર્યાના યુવરાજસિંહ પર થયા છે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. યુવરાજે નાણાકીય વ્યવહારોના આક્ષેપ ફગાવ્યા છે.