હિતલ પારેખ/ગાંધીનગર :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યાં હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવીને ઉભી રહી છે. ગુજરાતમાં આગામી 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એકસાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જેની જાહેરાત કરાઈ છે. તો ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 1 માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યસભાની બંને બેઠકોની એકસાથે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, ત્યારે 1 માર્ચે મતદાન કરાશે. 11 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામા આવશે. ચૂંટણી બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલ અને ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજનું થોડા સમય પહેલા નિધન થયું હતું. જેના બાદ બંને બેઠકો ખાલી પડી હતી. 


આ પણ વાંચો : ભત્રીજી સોનલ મોદીએ કાકા નરેન્દ્ર મોદી પાસેથી ચૂંટણી લડવા ટિકિટ માંગી, આજે પિક્ચર થશે ક્લિયર 


બંને બેઠકો ભાજપને ફાળે જાય તેવી શક્યતા
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. 1 માર્ચે બંને બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બંને બેઠકો ખાલી પડી છે. બંને બેઠકોની ચૂંટણી અલગ થશે, એક જ દિવસે મતદાન થશે. પરંતુ બે અલગ નોટિફિકેશનથી પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકો અલગ અલગ દિવસે ખાલી પડી હોવાથી અલગ અલગ ચૂંટણી યોજાશે. અલગ અલગ ચૂંટણી યોજાતા બંને બેઠકો ભાજપના ફાળે જશે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી અલગ-અલગ જાહેરનામાથી કરવામાં આવશે. અલગ-અલગ નોટિફિકેશન પ્રગટ કરવામાં આવે એટલે ભાજપની બંને બેઠકો પરનો કબજો થશે. 


આ પણ વાંચો : ચૂંટણીમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે


રાજ્યસભાની 11 માંથી 2 બેઠક ખાલી પડી હતી
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભાજપ પાસે છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ છે. તો કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા, અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું તાજેતરમાં નિધન થયું છે.