Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી ટાણે પોલીસબેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાતના 12 IPS અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જી હા...પાંચ IPS અધિકારીઓની બદલીમાં ગગનદીપ ગંભીરને ગાંધીનગર ADGP બનાવાયા છે, જ્યારે રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઈમ એસીપી બનાવાયા છે. અજીત રાજીયાનને અમદાવાદ શહેર ડીસીપી ક્રાઈમ બનાવાયા છે. લવિના સિંહાને ડીસીપી સાયબર ક્રાઈમ અને હિમાંશુ વર્માને DCP ZONE 1 અમદાવાદમાં મૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ગૃહ વિભાગે અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 10 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે  2 SPSની પણ બદલી કરવામાં આવી છે. આમ ગૃહ વિભાગે કુલ 12 અધિકારીઓની બદલી કરી છે.