જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાની તારીખ બદલાઈ છે. એટલે કે જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા હવે 8 જાન્યુઆરીના બદલે 29 જાન્યુઆરીએ લેવાશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાની તારીખ બદલાઈ છે. એટલે કે જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા હવે 8 જાન્યુઆરીના બદલે 29 જાન્યુઆરીએ લેવાશે.
જુનિયર કલાર્ક સંવર્ગની પરીક્ષા નવી તારીખ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સુચના જાહેર કરી છે. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 17/7021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી, 2023 ના રોજ યોજાનાર હતી.
પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, જુનિયર કલાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-3 સંવર્ગની – સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,203 (રવિવાર) ના રોજ સવારે 11 થી 13 કલાક દરમિયાન યોજવામાં આવશે.
કયારે લેવાશે જુનિયર ક્લાર્ક પરીક્ષા
ઉપરોક્ત કારણોસર જાહેરાત ક્રમાંક 10/2021-22- ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારએ નોંધ લેવા વિનંતી.