ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી નોકરીમાં પુર્વ સૈનિકોને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા...પુર્વ સૈનિકો હવે નિવૃતિના એક વર્ષ પહેલાથી સરકારી ભરતી માટે અરજી કરી શકાશે. જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત થવાના હશે તેમને આ લાભ મળશે. ઓજસ પોર્ટલ પર 'Due તો retire in one year' ઓપશન રાખવાનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ આ વેબસાઈટ પર જઈને ચેક કરો...


ભારત સરકારના ધી એક્સ સર્વિસમેન રુલ 1979 અન્વયે માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તેવા માજી સૈનિક એક વર્ષ પહેલાં સીધી ભરતીમાં ઉમેદવારી કરવા તેમજ તેવા માજી સૈનિકોને એક્સ સર્વિસમેન તરીકે મળવાપાત્ર છુટછાટ અંગેની સ્પષ્ટાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.



ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ



ઓજસ પોર્ટલ પર કરી શકાશે અરજી
ઓજસ પોર્ટલ પર કે અન્ય માધ્યમથી પ્રસિદ્ધ થતી જાહેરાતમાં પૂર્વ સૈનિકોની ઉમેદવારી સંબંધે 'Due તો retire in one year' વિકલ્પ રાખવાનો રહેશે. તેમજ પૂર્વ સૈનિકે પોતાની નિવૃતિની તારીખ દર્શાવવાની રહેશે. સંબંધિત પસંદ થયેલ ઉમેદવારે આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયનની છેલ્લા વર્ષની બાકી રહેલ સેવા-શરતો પરિપૂર્ણ થયા બાદ સંબંધિત નવી સેવામાં હાજર થવાનું રહેશે.