પાર્કિંગ સ્થળની ટેક્સ આકારણી અંગે સેંકડો લોકોને અસર કરતો AMCનો મોટો નિર્ણય; જાણો કોને થશે ફાયદો?
શહેરમાં પાર્કિગ સ્થળની ટેક્ષ આકારણી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેવન્યુ કમિટીની બેઠકમાં સેંકડો લોકોને અસર કરતો મહત્વનો નિર્ણય લેવાયો છે.
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં પાર્કિંગ સ્થળની ટેક્સ આકારણી અંગે AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી અનિશ્ચિતતા ધરાવતી નિતીને સત્તાવાર મંજૂરી અપાઈ છે. વાર્ષિક, અર્ધ વાર્ષિક, માસિક કે ત્રિ-માસિક પાર્કિંગ ફી વસુલતા એકમો પર હવેથી પ્રોપર્ટી ટેક્સ લાગશે. જો પાર્કિંગ ફ્રી હશે તેમને કોઈપણ પ્રકારનો ટેક્ષ લાગશે નહીં. વર્ષોથી કરદાતાઓમાં પ્રવર્તિ રહેલી અનિશ્ચીતતાનો હવે અંત આવશે.
ફરી ભારત-પાક મેચ પર વિવાદ! જો મેચ રદ્દ નહી થાય તો પીચ ખોદી નાંખીશુ, આ નેતાએ આપી ધમકી
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં પાર્કિગ સ્થળની ટેક્ષ આકારણી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેવન્યુ કમિટીની બેઠકમાં સેંકડો લોકોને અસર કરતો મહત્વનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી અનિશ્ચિતતા ધરાવતી નીતિને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. વાર્ષિક, અર્ધ વાર્ષિક, માસિક કે ત્રિ માસીક પાર્કિંગ ફી વસુલતા એકમો પર હવેથી પ્રોપર્ટી ટેક્સ લાગશે. એએમસીએ જણાવ્યું છે કે જે પાર્કિંગ ફ્રી હશે એમને કોઇપણ પ્રકારનો ટેક્ષ લાગશે નહી.
11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં રોકાયા, શનિવારે મહામુકાબલો
રેવન્યુ કમિટી ચેરમેને આ વિશે જણાવ્યું હતું કે, સિનેમા, કન્ટ્રક્શન, મોલ સહીતના એકમોને આ નિર્ણયનો મોટો ફાયદો થશે. ફ્રી પાર્કિંગ આપવા રહેઠાણમાં શેડ રાખવામાં આવશે તો ટેક્ષ લાગશે નહી, પણ શેડ કાયદેસર હોવો જોઇએ. ગેરકાયદેસર શેડ હશે તો એસ્ટેટ વિભાગ નિયમ મુજબની કાર્યવાહી કરી શકશે. વર્ષોથી કરદાતાઓમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાનો અંત આવશે.
પવનના સુસવાટા અને કરા સાથે ગુજરાતમાં ફરી મેઘો ધમરોળશે, ખેલૈયાની તો લાગી જશે વાટ!