ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં 3 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે. રાજ્ય સરકારે સીનિયર IPS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં સૌરભસિંહ, શ્વેતા શ્રીમાળી, તેજસ પટેલની બદલી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જિલ્લામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ: જાણો કમોસમી વરસાદમાં ગુજરાતની સ્થિતિના ભયંકર...


આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારે સીનિયર 3 IPS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં સૌરભસિંહ ચાર વર્ષ માટે ડેપ્યુટેનશન પર જશે. સૌરભસિંહ 2012 ગુજરાત કેડરના IPS અધિકારી છે. જ્યારે તેજસ પટેલની SRPF ભચાઉ ખાતે બદલી કરાઈ કરાઈ છે. તેજસ પટેલ અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરીટેન્ડેન્ટ હતા.


દાહોદમાં ફરી પ્રેમ કરવાની તાલિબાની સજા! પરિણીતાની સાડી કાઢી પ્રેમીના માથે બંધાવી


શ્વેતા શ્રીમાળીને અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરીટેન્ડેન્ટ બનાવાયા છે. તેજસ પટેલની અતિક અહેમદ કેસમાં બદલી કરાયાની ચર્ચા ચાલી રહી છે.


આ માસુમને તરછોડતા કેમ ચાલ્યો હશે જનેતાનો જીવ! અરવલ્લીમાં ખેતરમાંથી મળ્યું નવજાત શિશુ