CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય; વિશ્વ મહિલા દિવસે ગુજરાતના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
વિશ્વ મહિલા દિવસે ગુજરાતના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ; CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં ૨૦૨૪ -૨૫ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
અપરાધીઓ શાનમા સમજી જજો! ગુજરાતમાં કયા ગુનેગારના દ્વારે ફરી પહોંચ્યુ દાદાનું બુલડોઝર?
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.
સરકારી હોસ્પિટલમા જન્મેલી દીકરીને સોનાની ચૂંક, રૂ.100, ગુલાબનુ ફૂલ આપી વધામણા કરાયા