ગાંધીનગર: આજે પણ ગુજરાત સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીનની ખરીદી કરી શકશે. પ્રજાને લાભ થાય તે માટે મહેસુલી પ્રક્રિયાને સરળ બનાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે જૂની શરતની જમીનમાં તબીલ કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જી હા...રૂપિયા 25 કરોડના મૂલ્ય વાળી જમીન ની સત્તા કલેકટર સુધી આપવામાં આવી છે. જ્યારે 25 કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની ફરજિયાત મંજૂરી લેવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા સમાચાર: નવા બે દિગ્ગજોને ભાજપ આપી શકે છે રાજ્યસભામાં સ્થાન, 14મીએ જાહેરાત


ગણોત ધારા સહિત નવી અને અવિભાજય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં પણ ફેરફાર કરાયો છે. અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. જોકે સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે. 


હવે ઈન બીન ને તીન: કોંગ્રેસનો 'શક્તિ' પણ ફેલ, ભાજપના બુલડોઝર નીચે કચ્ચરઘાણ નીકળશે


જાણો શું છે ફરક નવી શરતની જમીન અને જૂની શરતની જમીન?


નવી શરતની જમીન :
જે ગરીબ કુટુંબો પાસે જમીન નથી અને તેને ખેતી કરવા જમીન જોઈએ છે તેના માટે નવી શરતની જમીનની જોગવાઈ છે. જેમાં જે તે કુટુંબને નહિવત કિંમત અથવા તો સાવ મફતમાં જમીન મળવા પાત્ર છે. નવી શરતની જમીન નીચે અંતર્ગત ફાળવવામાં આવે છે. ૧) સરકાર શ્રી તરફ થી જમીન વિહોણા કુટુંબને ખેતી માટે, ૨) ભૂદાન સમિતિ દ્વારા જમીન વિહોણા કુટુંબને, ૩) સરકાર તરફથી માલધારીઓને માલધારી વસાહત માટે. નવી શરતની જમીન જે તે કુટુંબને ખેતી કરવા માટે ફાળવેલ હોય છે તેથી નવી શરતની જમીનને વેચાણ, તેની વહેંચણી કે અન્ય તબદીલી કલેકટરની મંજુરી સિવાય કરી શકાતી નથી. નવી શરત જમીનમાં જે તે કુટુંબના જમીનના 7/12 માં નવી અને અવિભાજ્ય શરત એવું લખેલું હોય છે.


નવી શરતની જમીનને જૂની શરતની જમીનમાં ક્યારે ફેરવી શકાય?
નવી શરતની જમીન પર 15 વર્ષ સુધી કબ્જો (ખેતી) કર્યા બાદ જ તેને જૂની શરતમાં ફેરવી શકાય છે અને જો નવી શરતની જમીનને બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવી હોય તો તેના માટે પ્રીમિયમ ભરવાનું હોય છે.


આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારેય નહીં ભૂલે! કેવું છે BAPSનું આ સ્વામિનારાયણ મંદિર?


જૂની શરતની જમીન :
વર્ષોથી સ્વામાલિકી હકકે, સ્વપાર્જીત કે વડીલોપાર્જિત મિલકત ધરાવનાર ખાતેદારોની જમીન જૂની શરતની જમીન ગણાય છે.જેમાં સરકારની મંજૂરીની કોઈ આવશ્યકતા રહેતી નથી. સરકારની મંજુરી વિના જ તે જમીનનું વેચાણ કરી શકે છે તેમજ જમીનની વહેંચણી પણ કરી શકે છે અને પોતાની રીતે તે જમીન બિનખેતીમાં ફેરવી શકે છે. જૂની શરતની જમીનમાં જે તે કુટુંબના જમીનના 7/12 માં જૂની શરત (ફક્ત બિનખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર ) એવું લખેલું હોય છે.


4 વર્ષમાં 10 રૂપિયાવાળો શેર પહોંચ્યો 477 પર, એક લાખ રૂપિયાના બની ગયા 47 લાખ