ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, શું ફરી અમદાવાદમાં એ જૂના દ્રશ્યો જોવા મળશે? જાણો આજના નવા કેસ
ઝી બ્યુરો/ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 80 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો હતો. જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.04 ટકા નોધાયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ 1291 એક્ટિવ કેસ છે, જેમાંથી 06 દર્દીઓ વેન્ટીલેન્ટર પર છે. અને 1285 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 1267419 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અને 11050 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અમદાવાદમાં 80 કેસ નોંધાયા
અમદાવાદમાં 80 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં 34 ,મોરબી 23 અને રાજકોટમાં 28 કેસ નોંધાયા છે. સુરતમાં 25, મહેસાણા 9 અને ગાંધીનગરમાં 5 કેસ તેમજ કચ્છ 5 આણંદ 4 વલસાડમાં 4 કેસ અમરેલીમાં 03 અને પાટણ 03 પંચમહાલમાં 02 કેસ સામે આવ્યા છે. ભાવનગર 02 અને જામનગરમાં 03 અને બોટાદ 01 તેમજ ગીર સોમનાથમાં 01 અને ખેડા,પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.