Gujarat Weather Forecast : ગુજરાત પર માઠી દશા બેસેલી છે. હાલ ચારેબાજુ ગુજરાતમાં માવઠાનો માર પડી રહ્યો છે. એપ્રિલ મહિનાના અંતમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે મે મહિનો પણ તોફાની બની રહેવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે એક ભયાનક આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SUNNY LEONE ની આ તસવીરોએ સોશ્યિલ મીડિયા પર મચાવી ધૂમ, ચાહકો થઈ ગયા ખુશ


આગામી ત્રણ કલાક ખુબ જ ભારે!
આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે કે, અમદાવાદ, ગાંધીનગર,  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા,  પાટણ,  અરવલ્લી,  ભરૂચ, ભાવનગર,  ડાંગ, કચ્છ,  રાજકોટ,  દેવભૂમિ દ્વારકા,  રાજકોટ, મોરબી,  જામનગર,  બોટાદ,  સુરેન્દ્રનગર,  જામનગર,  અમરેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે, એટલું જ નહીં, હળવા વરસાદ સાથે 40 km/h ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે.


મે મહિનામાં 12 દિવસ બેન્ક રહેશે બંધ, રજાની સાથે થશે મહિનાની શરૂઆત, જુઓ લિસ્ટ


હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી 5 દિવસની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે. 30મી એપ્રિલે રાજ્યના અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે કેટલીક બાબતોની કાળજી રાખવાની પણ સલાહ આપી છે.


અત્યંત ચમત્કારી હોય છે આ સફેદ ફૂલ, દાંપત્યજીવનથી લઈ પરિવારનો ક્લેશ કરી શકે છે દુર


વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. આગામી 1 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિત અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરામાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ દિવસે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.


SBI Recruitment 2023: સ્ટેટ બેંકમાં બમ્પર ભરતી, રૂપિયો ભર્યા વિના આ રીતે કરો અરજી


ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનાની 2 તારીખથી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જ્યારે તારીખ 10-11 મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે તારીખ ૧૮ સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. સૂર્ય પ્રચંડ વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી ગુજરાતમાં ભારે વાવાઝોડું આવાની શક્યતા છે. જેની અસર દક્ષિણ પૂર્વીય તટ પર જોવા મળશે. આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી જઈ શકે છે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં તારીખ ૨૫થી આવતા અરબ સાગરમાં પણ ચક્રવાત જોવા મળશે. 


કાકડી-ટમેટા સહિત આ સલાડ કોમ્બીનેશન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, શરીર પર થશે ગંભીર અસર


તેમણે વધુમાં કહ્યું કે, 8 મી જુનથી સાગરમાં પવનોની અદલાબદલી થવાની શક્યતા રહે છે. તેથી મે મહિનાની 20 તારીખ પછી આંદામાન ટાપુ પર ભારે વરસાદની શક્યતા રહેશે. કેરળ કાંઠે ૨૮ મેથી વરસાદની શક્યતા રહેશે. અને 3 જુન થી 8 જુન વચ્ચે કેરળમાં ચોમાસું બેસી જવાની હાલ વાતાવરણની સ્થિતિ જોવા મળી રહે છે. આમ, એટલે કે ફરી એકવાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે. જોકે, આ વચ્ચે સારી બાબત એ છે કે, લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાથી વાતાવરણ ઠંડુ રહેશે.


તાંત્રિકે પાડોશી બાળકીને જબરદસ્તીથી હવનકુંડ પાસે બેસાડી, માતા જોઈ ગઈ તો...


તેમણે આ બાદ અન્ય એક વાવાઝોડાની પણ આગાહી કરી, જે મે મહિનાના અંત અને જુન મહિનાના શરૂઆતના દિવસોમાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 25 મે થી જુનની શરૂઆતમાં વધુ એક ચક્રવાત આવાની શક્યતા છે. અને તારીખ 8 જુન સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે. જેના લીધી આહવા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. મે મહિનામાં ભારે આંધી વંટોળ અને વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા દેખાઈ રહી છે. તો 8 મે બાદ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. જેની અસર બાગાયતી પાકો પર વધુ થશે.