Gujarat Investment : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હાલમાં એ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જો એ સફળ થઈ ગયો તો ગુજરાતના સૂકાભઠ્ઠ કચ્છ અને બનાસકાંઠાની તો કાયાપલટ થશે સાથે સાથે હજારો નોકરીઓ ગુજરાત આવશે. ગુજરાતમાં હાલમાં આ અંગેની બેઠકો સફળ રહી છે અને રાજ્યમાં અદાણી અને અંબાણી 10 લાખ કરોડનું રોકાણ કરવા માટે તૈયાર થયા છે. આ સિવાય ટોરેન્ટ અને આર્સેલર મિત્તલે પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. હાલમાં પાઈપલાઈનમાં ચાલતો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ગુજરાતની કાયાપલટ કરવાનો સૌથી મોટો જશ ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારને મળશે. કચ્છ અને બનાસકાંઠામાં આ પ્રોજેક્ટ માટે 1.90 લાખ હેક્ટર જમીન ફાળવવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. સરકાર આ માટે 2 મહિનાની અંદર જ ટ્રાફ્ટ પોલિસી લાવી શકે છે. જે ગ્રીન હાઇડ્રોજન પોલિસીને અંતિમ સ્વરૂપ આપતી વખતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને અન્ય મંત્રાલયોની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. આ ક્ષેત્રના હિતધારકો સાથે બેઠક યોજવામાં આવી છે, જે ખૂબ જ સફળ રહી છે. ગ્રીન હાઈડ્રોજન એ ફ્યૂચર છે. મોદી સરકાર ગુજરાતને ગ્રીન હાઉડ્રોજનના ઉત્પાદનમાં દેશનું નંબર વન રાજ્ય બને એ દિશામાં આગળ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કર્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથુ ખાઈ ગય


ગુજરાતમાં ટાટાની નેનોનો પ્રોજેક્ટ મોદી ગુજરાતમાં ખેંચી લાવ્યા હતા. આ બાદ અદાણી, અંબાણી ટોરેન્ટ અને મિત્તલ આ પ્રોજેક્ટમાં રસ લેતા થયા છે. જો આ પ્રોજેક્ટની અમલવારી થઈ તો ખાનગી કંપનીઓને તો બખ્ખાં થઈ જશે સાથે સાથે ગુજરાતના વિકાસને પણ ચાર ચાંદ લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને (National Green Hydrogen Mission) લઈને ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયારી સાથે તેના એક્શન પ્લાન પર કામ કરી રહી છે.  ગુજરાતના ઉર્જા વિભાગ હેઠળ આવતી GUVNL એજન્સીના સિનિયર એન્જિનિયરે જણાવ્યું કે રિફાઇનરીઓ અને ખાતરના કારખાનાઓમાં 98 ટકાથી વધુ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં આ બંને ક્ષેત્રોને લગતા વધુ ઉદ્યોગો હોવાથી અહીં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને કારણે આ ઉદ્યોગોની હાઇડ્રોજનની માંગને સંતોષી શકાય છે.


મેડિકલના પ્રોફેશનને તો છોડો! રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને ભગવો કલર લગાવાયો


રાજ્ય સરકાર ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગુજરાતને મુખ્ય કેન્દ્ર બનાવવાની યોજના ધરાવે છે. ગ્રીન હાઇડ્રોજન માટે ગુજરાત લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરે તેવી પણ અપેક્ષા છે. આ સાથે ખાનગી કંપનીઓ પણ જોડાઈ રહી છે. મોદી સરકાર આ પ્રોજેક્ટમાં ગુજરાતને લાભ થાય એ માટે પ્રયાસો કરી રહી છે. આ પ્રોજેક્ટને ગણતરીના દિવસોમાં જ લીલીઝંડી મળી જશે. આ માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે.  તાજેતરમાં, રિલાયન્સ અને અદાણી જેવા મોટા ભારતીય સમૂહોએ રાજ્ય સરકાર સાથે અનુક્રમે ₹5.6 લાખ કરોડ અને ₹4.13 લાખ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં આ ક્ષેત્રમાં ₹10 લાખ કરોડથી વધુ રોકાણ કરવાનું વચન આપ્યું છે. આર્સેલર મિત્તલ અને ટોરેન્ટ જેવી અન્ય કંપનીઓએ પણ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો દ્વારા, તે વાર્ષિક 3 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારે કચ્છ-બનાસકાંઠા બોર્ડર પર 1.99 લાખ હેક્ટર જમીન ફાળવી છે. રસ ધરાવતી કંપનીઓને શરૂઆતના સમયગાળામાં 40 વર્ષ માટે લીઝ પર જમીન આપવામાં આવશે.


ભાજપના બે સભ્યોના હોટલમાં રંગરેલિયા, વાત બહાર પડતાં જ બંનેને ભાગવું પડ્યું


નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાજ્યની કુલ વીજળીની જરૂરિયાત 120 અબજ યુનિટ છે. ગુજરાતની જમીન નીતિ-2023માં ગ્રીન હાઇડ્રોજનના 3 MTPA લક્ષ્યાંકને ધ્યાનમાં લેતા, રાજ્યની રિન્યૂબલ ઊર્જાની જરૂરિયાત 165 બિલિયન યુનિટ્સ વધશે. આ પ્રોજેક્ટ એ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં થઈ રહ્યો છે. જો આ સફળ રહ્યો તો પેઢીઓ સુધી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં આ પ્રોજેક્ટને સફળ બનાવવાનો જશ મળતો રહેશે.


ગુજરાત સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની જમીન ફાળવણીમાં એક મહિના પહેલાં જ મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ  4 ખાનગી કંપનીઓને બનાસકાંઠા અને કચ્છમાં જમીન ફાળવાશે. પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. બની શકે છે સરકાર બાદમાં વધુ જમીન પણ ફાળવી શકે છે. હાલમાં રિલાયન્સને 74750 હેકટર, અદાણીને 84486 હેકટર, ટોરેન્ટ 18,000 આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર, વેલસ્પન ને 8000 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત 4 ખાનગી કંપનીઓને 40 વર્ષના ભાડપટ્ટે રૂપિયા 15,000 પ્રતિ હેકટર ના દરે જમીનની ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ગુજરાત સરકારને 300 કરોડની આવક થશે. ગુજરાત કેબિનેટે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની પાંચ મોટી કંપનીઓને મોટો લાભ થશે. ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે રિલાયન્સ ગ્રૂપે પહેલેથી રાજ્ય સરકાર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. તે મુજબ 100 ગીગાવોટ (GW)નો રિન્યુએબલ એનર્જી પાર્ક અને ગ્રીન હાઈડ્રોજન પાર્ક સ્થાપવામાં આવશે. આ ઉપરાંત 5.60 લાખ કરોડના ખર્ચે ઈલેક્ટ્રોલાઈઝર્સનું ઉત્પાદન કરવામાં આવશે. બીજી તરફ અદાણી જૂથે પણ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે 70 અબજ ડોલરના મહત્ત્વાકાંક્ષી ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્ટની યોજના જાહેર કરી છે. આમ આ પ્રોજેક્ટો ગુજરાતના વિકાસને ચાર ચાંદ લગાવશે.


પોતે દિવ્ય દરબાર લગાવનાર બાબા બાગેશ્વર ગુજરાતના આ માતાજીના દરબારમાં માથુ ટેકવશે