Indianas At France Airport : ઉત્તર ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ વધારે છે. તેથી જ તેઓ લાખો કરોડો ખર્ચીને ગેરકાયદે અમેરિકા જવાનો માર્ગ પસંદ કરી રહ્યાં છે. પરંતું 80 થી 90 લાખ ખર્ચીને ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓને પાછા ફરવુ પડ્યું છે. ફ્રાંસમાં રોકવામાં આવેલી ભારતીયો સાથેની ફ્લાઈટ આજે સવારે મુંબઈ એરપોર્ટ પહોંચી છે. હાલ એરપોર્ટ પર તેમની ઈમિગ્રેશનની કામગીરી ચાલી રહી છે. 303માંથી 275 જેટલા યાત્રિઓ ભારત પાછા આવ્યા છે. બાકીના 25 લોકોએ ફ્રાન્સમાં શરણાગતિ માંગી છે, તેથી તેઓ પરત ફર્યા નથી. પરંતું 303 મુસાફરોમાંથી ફ્લાઈટમાં 96 જેટલા ગુજરાતીઓ હતા, ત્યારે હવે આ ગુજરાતીઓને લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ વતન પરત ફરવુ પડ્યું છે. ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ ફરી એકવાર ભારે પડ્યો છે. તેમનું નસીબ કેવું બળિયુ કહેવાય, નિકારાગુઆ જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેન જો પેટ્રોલ પૂરાવવા ફ્રાન્સ ઉભુ રહ્યુ ન હોત તો આજે તેઓ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી ગયા હોત. પરંતું તે પહોંચે તે પહેલા જ માનવ તસ્કરી અને કબુતરબાજીનો આ ખેલ ખુલ્લો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજન્ટે 70 થી 80 લાખ વસૂલ્યા હતા  
ફ્રાન્સની રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કારી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ મોટાભાગના મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે. અંદાજિત 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે.  આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. 


બહેરા સાપનું મદારી સામે નાચવાનું રહસ્ય : ફિલ્મોમાં તો ખોટું બતાવે છે, આ છે અસલી કારણ


કોણ છે શશિ કિરણ રેડ્ડી?
સૂત્રોએ જણાવ્યું કે શશિ કિરણ રેડ્ડી 15 વર્ષથી માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તે દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ગોઠવે છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 800 ભારતીયોના અમેરિકામાં ગેરકાયદે પ્રવેશને સરળ બનાવવા માટે છેલ્લા બે મહિનામાં 8 થી 10 ફ્લાઈટ્સ નિકારાગુઆ લઈ જવામાં આવી છે.


શશી રેડ્ડી વધુ 300 લોકોને અમેરિકા મોકલવાનો હતો
આ કેસમાં મોટો ખુલાસો થયો છે કે, શશી રેડ્ડી વધુ 300 લોકોને અમેરિકા મોકલવાની ફિરાકમાં હતા. જેમાં ઉત્તર ગુજરાતના 70 થી વધુ લોકો જવાની તૈયારીમાં હતા. અનેક લોકોએ પ્રોસેસ કરવા માટે સ્થાનિક એજન્ટો દ્વારા લાખો રૂપિયા પણ ચૂકવી દીધા છે. આ તમામ લોકોની ટિકિટ પણ બુક થઈ ગઈ છે. તેમજ તે લોકોએ લાખો રૂપિયા એજન્ટની ચૂકવી પણ દીધા છે. ત્યારે હવે આ બધાનું શુ થશે તે મોટો સવાલ છે.


ફ્રાન્સમાં ફસાયેલા 276 મુસાફરો પરત ભારત ફર્યા, કેટલાક પરત આવવાનો કર્યો ઈન્કાર


શશી રેડ્ડી અમેરિકા મોકલવાની જવાબદારી લેતો 
ગેરકાયદેસર અમેરિકા મોકલવાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ શશી રેડ્ડી છે. તેની મોડસ ઓપરેન્ડી જબરદસ્ત છે. તે સીધી રીતે ક્યારેય પોલીસ કે ઈમીગ્રેશન વિભાગની નજરે આવતો નથી. સ્થાનિક એજન્ટો સાથે તેની મોટી સાંઠગાંઠ છે. સ્થાનિક એજન્ટો પાસેથી તે ક્લાયન્ટ મેળવે છે. દૂબઈ મોકલ્યા બાદ તે પોતાના ખાસ નેટવર્કથી વિમાનમાં મુસાફરોને ગેરકાયદેસર મેક્સિકો બોર્ડર સુધી લઈ જવાની વ્યવસ્થા કરે છે. જેના માટે તે લાખો રૂપિયા વસૂલે છે. 


શું જગદીશ પટેલનો ભાઈ આ પ્લાનમાં સામેલ હતો?
ડીંગુચા કેસમાં જાણવા મળ્યું હતું કે પીડિત જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર ડીંગુચાએ ખતરનાક યાત્રાનું આયોજન કર્યું હતું. એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે, 'મહેન્દ્ર રેડ્ડી સાથે કામ કરતો હતો અને તેણે ગુજરાતમાંથી હજારો લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા. રેડ્ડીએ જગદીશ અને તેના પરિવારના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને ઓફશોર માનવ તસ્કરો સાથે સંકલન કરીને તેમને યુએસ સરહદ પાર કરવામાં મદદ કરી હતી.


અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 2024 ની શરૂઆત વરસાદ સાથે થશે, એ પણ કરા સાથે