અમદાવાદ : ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. જો કે રિહર્સલ બાદ મળેલી સુરક્ષા બેઠકમાં કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા જ્યારે રૂટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા ત્યારે 85 ટકા પોલીસ જવાનો પાસે ન તો લાકડી હતી ન તો હેલમેટ. જે બાબતે ગૃહમંત્રીએ અધિકારીઓને ટકોર કરતા અધિકારીઓએ તમામ સ્ટાફને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત હેલમેટ અને લાકડી સાથે રાખવા આદેશ આપ્યો હતો. હેલમેટ પહેરેલું અને લાકડી સતત હાથમાં હોવું જોઇએ તેવો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PANCHMAHALમાં ગૌમાંસ મુદ્દે બે જુથ સામસામે, પોલીસ પર પણ હિચકારો હૂમલો, ભાજપ નેતાએ કહ્યું કોઇને છોડવામાં નહી આવે
અધિકારીઓએ આ બાબતને ખુબ જ ગંભીરતાથી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારમાં ગમે તે થઇ શકે છે. તેવામાં પોલીસ પાસે દંડા જેવી સામાન્ય વસ્તું પણ ન હોય તો શું કરવાનું. જેથી આ વાતને હળવાશમાં ન લેવા અને મેળામાં આવતા હોય તે પ્રકારે નહી આપવા માટે ટકોર કરી હતી. રથયાત્રાને પગલે સેક્ટર 1 અને 2ના જેસીપી તથા ક્રાઇમબ્રાંચના અધિકારીઓની આગેવાનીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. રિહર્સલ બાદ એસીપી, ડીસીપી, પીઆઇ સહિતનાં અધિકારીઓ આ અંગે બ્રિફિંગ કરતા રહે છે. 


Ahmedabad: 15 વર્ષના પ્રેમ સંબંધનો એક જ ક્ષણમાં કર્યો અંત, આરોપીની ધરપકડ


તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે કે, રથયાત્રાના રૂટ પર આવતા તમામ 11 પોલીસ સ્ટેશનોમાં કર્ફ્યૂ લાગશે. તેનું કડક પણે પાલન કરાવવા માટે પણ પોલીસ અધિકારીઓને આદેશ અપાયો છે. આ ઉપરાંત રથયાત્રામાં જોડાનાર તમામ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે. પોલીસ દ્વારા કોઇ પણ અપ્રિય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં શાંતિપુર્ણ રીતે રથયાત્રા નિકળે તે માટે સમગ્ર પોલીસ તંત્ર પ્રતિબદ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube