ઝી ન્યૂઝ/અમદાવાદ: CNG પંપ સંચાલકોની હડતાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર સાથેની બેઠક બાદ સીએનજી પંપ ચાલકોની હડતાળ મોકૂફ રાખી છે. 55 મહિનાથી સીએનજી વેચાણ પર માર્જીન ન મળતા પંપ ચાલકો કાલથી હડતાળ પર ઉતરવાના હતા. પરંતુ હાલ એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યમાં 3 માર્ચથી કરવામાં આવેલી હડતાલની જાહેરાતને હવે મોકૂફ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, CNGમાં કમિશન મુદ્દે હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 3 માર્ચથી રાજ્યના પેટ્રોલ પંપ પરથી થતું સીએનજીનુ વેચાણ અચોકક્સ મુદત માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિયેશન આ નિર્ણય કર્યો હતો. સીએનજી ડિલર્સ માર્જીન છેલ્લા 55 મહિનાથી ન વધવાનો કારણે આ અચોક્કસ મુદતની હડળાતની જાહેરાત કરી હતી. 


પેટ્રોલ ડિઝલથી રાજ્ય સરકારને કરોડોની આવક
ગુજરાત રાજ્યને પેટ્રોલ ડિઝલ સીએનજી અને પીએનજીના વેરા થકી કરોડોની આવક થાય છે. 2021-22 મા પેટ્રોલથી 6040 કરોડ, ડીઝલના 12731.79 કરોડ સીએનજીના 191.75 કરોડ રૂપિયા, પીએનજીના 68.09 કરોડ રૂપિયાની આવક થઈ છે. તો 2022-23 મા પેટ્રોલના 6008.69 કરોડ આવક, ડીઝલથી 13951.27 કરોડ આવક થઈ. તો સીએનજીના કારણે 198.44 કરોડ આવક પીએનજી ના 58.09 કરોડ રૂપિયા આવક થઈ છે.