Talati-Junior Clerk Waiting: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ફરી એકવાર ખુશીના સમાચાર મળી રહ્યા છે. એટલે તલાટી અને જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સિવાય પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પાડવામા આવશે. 



પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સોશિયલ મિડીયામાં આ વિશે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ટ્વીટમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટી તથા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે. તે પૂર્ણ થતા યાદી બહાર પાડવામાં આવશે. પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે.