Gujarat Police Vacancy 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આજે સાંજ સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેર થશે. જી હા...12 હજારથી વધુ જગયાઓ પર ભરતી જાહેર થશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી મધદરિયે ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ, આ રીતે...


વિદેશમાં ભણવા સરકાર આપે છે 15 લાખની લોન, જાણો શું જોઈશે પુરાવા અને ક્યાં કરશો અરજી


12 હજાર પોલીસની ભરતી થશે
ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.


શું બે મહિલા કોર્પોરેટરોના પતિદેવોએ કરેલા કૌભાંડની સજા મળશે? રાજકારણ ગરમાયું


ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.