Kiran Patel : કિરણ પટેલના કેસમાં રોજ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે. કિરણ પટેલ પકડાયો છે કાશ્મીરમાં પણ એનો રેલો છેક સીએમઓ સુધી પહોંચ્યો છે. ગુજરાત સરકારમાં પડી પાથરી રહેતી બાપ દીકરાની જોડી હવે ઘરભેગી થઈ ગઈ છે. હિતેશ પંડ્યા નામે રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. ગુજરાતમાં  થોડાક સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેમણે ગાંધીનગર સ્થિત રાત્રિરોકાણ કર્યુ હતુ. આ સમયે ચર્ચા કરવા માટે વખતે હિતેશ પંડ્યા સાથે કલાક ગુજાર્યો હતો. આ વાત ફેલાવીને હિતેશ પંડ્યાએ આઇએએસ લોબીમાંમાં એક અલાયદો મોભો ઉભો કર્યો હતો. હિતેશ પંડ્યાને નેશન ફર્સ્ટના નામે ગાંધીનગરમાં સેક્ટર ૧૯માં બંગલો ફાળવાયો હતો. આ ઉપરાંત એક અન્ય બંગલો પણ ફાળવાયો હતો, જેમાં પંડ્યાનો રસોઇયો રહેતો હતો. આ બંગલાનું લાખ ભાડુ પણ રૂા. ૧૫-૨૦ હજાર છે. આમ, જં બંગલા મંત્રીને ફાળવાયા છે તેવા બંગલો પંડ્યાના રસોઇયાને ફાળવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિતેશ પંડ્યા ગાંધીનગરમાં 2 બંગ્લા બથાવીને બેઠા
ગુજરાતમાં બજેટ સત્ર પહેલાં સુધી મંત્રીઓને બંગ્લા ન મળતા હોવાની બુમરાણ હતી. જેઓ સરકીટ હાઉસમાં ઉતરતા હતા. ત્યાં સીએમઓમાં દબદબો ધરાવનાર હિતેશ પંડ્યા ગાંધીનગરમાં 2 બંગ્લા બથાવીને બેઠા હતા. જેમાં એક બંગ્લો તો રસોઈઓ વાપરતો હતો. આ હિતેશ પંડ્યાનો સીએમઓમાં દબદબો દેખાડે છે. દાદુ નામથી ઓળખાતા હિતેશ પંડ્યા હવે દીકરાને કારણે ભરાઈ ગયા છે. જેઓએ સામેથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવી રહ્યાં છે. પણ કિરણ પટેલના રેલામાં અન્ય ભાજપી નેતાઓ અને અધિકારીઓ સુધી રેલો ન આવે એટલે તેમની પાસેથી રાજીનામું લઈ લીધું હોવાની પણ ચર્ચા છે. 


શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ, જેનો પીએમ મોદીએ મન કી બાતમાં ખાસ ઉલ્લેખ કર્યો


કિરણ પટેલ અને અમિત પંડ્યાની ઠગજોડીને હિતેશ પંડ્યાનું જ પીઠબળ હોવાનું કહેવાયુ છે. જો હિતેશ પંડયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મુખ્યમંત્રી કાર્યાલય- નિવાસસ્થાને બેસીને કેવા કેવા કારનામા કર્યા છે તેની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. આ કેસમાં પોલીસ વેઈટ એન્ટ વોચની ભૂમિકામાં છે. જેઓ કિરણ પટેલની ધરપકડ બાદ આગળની કાર્યવાહી કરે તેવી સંભાવના છે. જોકે, આ કેસમાં સરકાર કેવો રૂખ લે છે એ પર પણ મોટો આધાર છે.  


ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા


અમિત પંડ્યા અને કિરણ પટેલની દોસ્તી જગજાહેર છે. ચર્ચા છે કે, હિતેશ પંડયા જ પુત્ર અમિત પંડ્યાને ઘણાં લાભ અપાવ્યા છે. એટલુ જ નહીં, તેમની વગ આધારે જ કરણ-અમિત પંડયા કાશ્મીર સહિતના રાજ્યોમાં ગેસ્ટહાઉસ- સ્ટાર હોટલમાં ઉતારતા હતા. આ ઉપરાંત વીવીઆઇપી સગવડો ભોગવતા હતાં. કિરણ પટેલના કેસમાં અમિત પંડ્યા કાશ્મીરમાં છે અને પિતાએ રાજીનામું આપી દેવું પડ્યું છે. કહેવાય છે ને સ્વર્ગ અને નર્ક ભગવાન અહીં દેખાડે છે એમ એક સમયે દબદબો ધરાવતા હિતેશ પંડ્યા અને અમિત પંડ્યા હાલમાં પોતાનો બચાવ કરી રહ્યાં છે.


કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ