Gandhinagar News : ગઈકાલે ધોરણ-10નું બોર્ડનું પરિણામ આવ્યું. રાજ્યભરમાં ધોરણ 10 નું પરિણામ 64.62 ટરા રહ્યું છે. ત્યારે ધોરણ-10 ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ધોરણ‌ ૧૦ ની માર્ચમાં લેવાયેલ પરીક્ષા માં એક કે બે વિષયમાં નપાસ થનાર વિધાર્થીઓની પુરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે. 


ગુજરાતની 157 શાળાઓએ વધાર્યું સરકારનું ટેન્શન, બોર્ડમાં આવ્યુ 0% પરિણામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળા 1084 થઈ છે. તો ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.


જૂન પહેલા જ આવી જશે વરસાદ, ગુજરાતના 13 થી વધુ જિલ્લામાં વરસાદની નવી આગાહી


પરિણામ નીચે ગયું 
એક તરફ, ધોરણ-10નું પરિણામ ઘટ્યુ છે. તો બીજી તરફ ગુજરાતમાં ઝીરો ટકા પરિણામ લાવનારી શાળાનો આંકડો વધ્યો છે. ઝીરો ટકા પરિણામ લાવતી શાળાની સંખ્યા 121 થી વધને 157 પર પહોંચી ગઈ છે. એટલે કે તેની ટકાવારી 30 ટકા વધી છે. એક જ વર્ષમાં 46 સ્કૂલો આ યાદીમાં વધી છે, જેમનુ પરિણામ ઝીરો ટકા આવ્યું છે. ધોરણ 10 નું 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો 1007 થી વધીને 1084 થઈ ગઈ છે. આમ, આ સ્કૂલોની સંખ્યા પણ 77 વધી છે. તો બીજી તરફ, 100 ટકા પરિણામ લાવતી શાળાઓની ટકાવારી ઘટી છે. આવી સ્કૂલો 294 હતી, જે એક જ વર્ષમાં ઘટીને 272 થઈ છે. જે કહી શકાય કે સારુ પરિણામ લાવતી શાળાના હાલ પણ બેહાલ બની રહ્યાં છે. એટલે કે એક જ વર્ષમાં આવી 22 શાળા ઘટી છે, જેનુ પરિણામ નીચે ગયુ છે. 


ગુજરાતના ફેમસ કુડા બીચ પર જતા પહેલા સો વાર વિચારજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે