Gaun Seva Pasandgi Mandal : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે. પરંતુ મોટી વાત એ છે કે, ગૌણ સેવા પસંદગી મંડળે ફીમાં પણ વધારો ઝીંક્યો છે. નવા વર્ષે મોંઘવારીનો માર નોકરી શોધતા ઉમેદવારોને પણ સહન કરવો પડશે એ મોટી વાત છે. મંડળ દ્વારા પરીક્ષા ફીમાં સીધો ચાર ગણો વધારો કરી દીધો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફીમાં વધારો ઝીંકાયો
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. બીજી બાજુ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. 


અંબાલાલ પટેલે તો નવા વર્ષે વાવાઝોડાની કરી દીધી આગાહી : ફરી બધું તહેસનહેસ કરશે


ફીમાં વધારો કરવા નિર્ણય
ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 


  • 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે.

  • અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ 100 રૂપિયા ઓછા આપવાના રહેશે. એટલે રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. 

  • પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. 


ઓનલાઈન ફીની સુવિધા આપી
આ સાથે જ ઉમેદવારોની સુવિધા માટે ફી પણ ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી છે. તમામ ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિને અટકાવવા માટે મંડળ દ્વારા લેનારી પરીક્ષા પણ ઓનલાઈન કમ્પ્યૂટર આધારિત કરી દેવાઈ છે. 


ઠંડીમાં કચ્છના રણમાં ફરવા જાઓ તો આ વાનગી ચાખવાનું ન ભૂલતા, નહિ તો ફેરો ફોગટ જશે