અમદાવાદ :ચૂંટણીના જોરશોરથી પ્રચાર ચાલી રહ્યાં છે, મોટાભાગની પાર્ટીએ પ્રચાર માટે સોશિયલ મીડિયાને મોટું માધ્યમ બનાવ્યું છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. આ વિશે ગુજરાત કોંગ્રેસે ટ્વિટરને ફરિયાદ કરી છે. છેલ્લા 24 કલાકથી કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. છતાં હજુ સુધી સાયબર સેલમાં કોઈ ફરિયાદ કરાઈ નથી. જોકે, ટેક્નિકલ ખામી કે પછી ષડયંત્ર, ચૂંટણી આડે જ ટ્વિટર એકાઉન્ટ હેક થવાથી કોંગ્રેસનો મતદારો સાથે ઓનલાઈન સંપર્ક તૂટી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકથી કોંગ્રેસનું ટ્વિટર બંધ
ટ્વિટર એકાઉન્ટ હેક કરીને અલગ અલગ ટ્વિટ કરવામાં આવી, જેથી માલૂમ પડ્યુ કે એકાઉન્ટ હેક થયું છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરમેન કેયુર શાહે આ વિશે જણાવ્યું કે, 24 કલાકથી આ એકાઉન્ટ હેક થયું છે. ગઈકાલે સવાર પછી હેક થયાની અમને માહિતી મળી., અમે ટેકનિકલ રિસર્ચ કરાવી રહ્યાં છે. ટ્વિટર ઈન્ડિયા સાથે સંપર્કમાં રહ્યાં છી. તેમના દ્વારા ભરોસો અપાયો કે, એકાઉન્ટને ફરી કાર્યરત કરવા અમારા પ્રયાસો ચાલુ છે. આપત્તિજનક ટ્વિટ કરાઈ હતી અમે ડિલીટ કરાવી હતી. આ પાછળ કયા કારણો છે તે અમે ચેક કરી રહ્યાં છે. જો રાજકીય કારણોથી હેક થયુ હશે તો અમે ફરિયાદ કરીશું. 


આ પણ વાંચો : ડુમ્મસ બીચ પર ભયાનક મોટી આકૃતિ દેખાઈ, ભૂત જેવો આકાર ચાલતો જોવા મળ્યો


શું કોંગ્રેસને કોઈ નબળુ પાડી રહ્યું છે
તેમણે કહ્યું કે, કોંગ્રેસ સોશિયલ પર સારું પરફોર્મ કરી રહી છે. ચૂંટણી પર અમે ગુજરાતની જનતાનો અવાજ પહોંચાડી રહ્યાં છે. તેથી લાખો કરોડો લોકો સોશિયલ મીડિયા પર જોડાયેલી છે. તેથી લોકો સુધી આ વાત ન પહોંચે તરાપ મારવા એકાઉનટ હેક કરાયુ હોઈ શકે. પરંતુ સાચા કારણો સાચા નહિ આવે ત્યા સુધી કંઈ કહેવુ મુશ્કેલ છે. સાચુ જાણવા મળશે તો ફરિયાદ કરીશું. કોંગ્રેસ હાલ ચૂંટણી લક્ષી શું કામગીરી કરી રહી છે, શું વાયદા અને વચન આપશે તેની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. લોકો સુધી પહોંચતા અટકાવવા આવુ કરાયુ હોઈ શકે.  



અગાઉ યુટ્યુબ ચેનલ થઈ હતી હેક
ઉલ્લેખનીય એક મહિના પહેલા નેશનલ કોંગ્રેસની યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ હતી. પાર્ટી તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. જેન બાદ કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંને સાથે સંપર્ક સાધ્યો અને પોતાની ચેનલને ફરીથી રીસ્ટોર કરવા કહ્યુ હતું. અગાઉ પણ દેશના અમુક નેતાઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ હેક થયાની ઘટના શોકિંગ છે.