Gujarat Government : કલાઈમેટ ચેન્જ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે કે, પર્યાવરણના જતનની સાથે ઉર્જાનું ઉત્પાદન થાય એ આશયથી રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઉર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧૮૭૬૨.૪૦ મેગાવોટ સાથે દેશમાં મોખરે છે. દેશની સરખામણીએ ૧૫.૩ ટકા જેટલી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ની સ્થાપિત ક્ષમતાની ટકાવારી પૈકી પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૫૨ ટકા અને સૌરઊર્જા ૪૬ ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વિધાનસભા ખાતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું છે કે, રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અંતર્ગત પવન ઉર્જા પ્રોજેક્ટ હેઠળ ૯૭૧૨.૦૬ મેગાવોટ, સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ ૮૬૪૦ મેગાવોટ, વિન્ડ સોલાર હાઇબ્રીડમાં ૨૩૮.૯૪ મેગાવોટ, બાયો માસમાં ૮૧.૫૫ મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવરમાં ૮૨.૧૫ મેગાવોટ અને વેસ્ટ ૩ એનર્જીમાં ૭..૫૦ મેગાવોટ મળી કુલ ૧૮,૭૬૪.૪ ક્ષમતા રાજ્યમાં ઉપલબ્ધ છે.


મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી અભિગમ થકી કેન્દ્ર સરકાર દ્વારા પંચામૃત સંકલ્પના આધારે પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા મારફતે ૫૦૦ ગીગા વોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે. તે પૈકી ગુજરાતે  વિવિધ તબક્કાવાર અંદાજિત ૯૦ થી વધુ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય છે. ઉપરાંત ભારતે વીજ ઉર્જાની જરૂરિયાત માટે કુલ સ્થાપિત ક્ષમતા પૈકીના 50% સ્થાપિત ક્ષમતા પુન: પ્રાપ્ય ઉર્જા મારફતે પૂર્ણ કરાશે. જેમાં ગુજરાત પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરશે. દેશમાં પ્રોજેક્ટ કાર્બન એમિશન પૈકી ૧ બિલિયન ટનનો ઘટાડો કરાશે. દેશનાઅર્થતંત્રની કાર્બન ઈન્ટેસીટી ૪૫ ટકા જેટલી ઘટાડશે.


આ પણ વાંચો : 


કંસ મામા કરતા પણ ખતરનાક નીકળ્યો આ મામો, બહેનની સાસુને મારી નાંખી, ને ભાણીને પણ..


મંત્રીએ કહ્યું કે, ભારતની વર્ષ ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરોને લક્ષ્યાંક હાંસલ કરાશે. નેટ ઝીરો એટલે કે કોઈપણ કંપની 100 ટન કાર્બન ઉત્સર્જન કરે તો તેની સામે વૃક્ષો વાવીને અથવા કાર્બન કેપ્ચર કરે અથવા રીન્યુએબલ એનર્જીની સ્થાપના કરી નેટ ઝીરો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો અટકાવે એ માટે પણ પ્રાધાન્ય આપી આયોજન કરાશે.


વીન્ડે સોલાર હાઇબ્રીડ યોજનાની મંજુરી અને વીન્ડર સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટ કયા જિલ્લામાં કાર્યરત છે એવા પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, વીન્ડિ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટની મંજૂરી માટે નોડલ એજન્સી તરીકે જેડાને નિયત કરાઈ છે. વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટના વિકાસકારો દ્વારા જેટકો પાસેથી આ પ્રોજેક્ટ દ્વારા થનાર વીજ ઉત્પાદનને સહાય કરવા માટેની મંજૂરી તથા હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવનાર જમીનનો કાયદેસરનો કબજો મેળવી નિયત કરવા અરજીપત્રકમાં અરજી કરવા જેડા દ્વારા વિકાસકારને હાઇબ્રીડ પ્રોજેક્ટ આપવાની મંજૂરી આપવામાં આવે છે. આવા વિન્ડક સોલાર હાઇબ્રીડ પ્લાન્ટની રાત દિવસ વીજ ઉત્પાદન થાય છે અને વીન્ડ સોલાર હાઇબ્રીડ  વિકાસને પ્રોત્સાહન આપવાથી વીજ વિતરણ માળખાનો પણ શ્રેષ્ઠ અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય.આ પાવર પોલિસી હેઠળ અત્યાર સુધીમાં ૨૩૮.૮૮ મેગાવોટ કેપીસીટીના હાઇબ્રીડ પ્રોજેક્ટ કાર્યરત થયા છે. જેમાં મોરબીમાં ૧૩૩.૭૦ મેગાવોટ, જામનગરમાં ૫૫.૫૦ મેગાવોટ, અમરેલીમાં ૨૨.૫૦ મેગાવોટ અને રાજકોટમાં ૨૭.૧૮ મેગાવોટ ની ક્ષમતા છે.


આ પણ વાંચો : 


200 વર્ષોથી ગુજરાતના આ ગામે હોળી જોઈ નથી, જ્યારે જ્યારે હોળી પ્રગટાવી ત્યારે ત્યારે


રાજ્યમાં હાઇડ્રો પાવર જનરેશનની શક્યતાઓ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં મુખ્યત્વે નર્મદા પ્રોજેક્ટની નહેરોનું નેટવર્ક છે આ નેહરો ઉપરના ડ્રોપ ઉપર સામેલ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ દ્વારા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો અમારો ધ્યેય છે આવા પ્રોજેક્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના થઈ શકે છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સ્મોલ હાઇડ્રોપાવર પોલિસી વર્ષ ૨૦૦૫થી અમલી બનાવી છે. ત્યારબાદ બીજી પોલીસી વર્ષ ૨૦૧૬થી અમલી છે. આ સ્મોલ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં ૧૧૬.૦૬ મેગાવોટ ની ક્ષમતા વાળા ૨૪ પ્રોજેક્ટ નોંધાયા છે. તે પૈકી ૮૨.૧૫ મેગાવોટની ક્ષમતા ધરાવતા ૧૮ પ્રોજેક્ટ કાર્યાન્વીત થયા છે જ્યારે ૩૩.૯૧ મેગાવોટની ક્ષમતા ધરાવતા ૬ પ્રોજેક્ટ અમલી કરણ હેઠળના વિવિધ તબક્કે છે તેમ તેમણે ઉમેર્યું છે.


આ પણ વાંચો : 


કુદરત રૂઠે ત્યાં કોને કહેવું : ગોંડલના ખેડૂતોના રવિ પાક પર માવઠાનું પાણી ફરી વળ્યુ