રાજકોટ: રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે. વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા છે. શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવાયા છે કોંગ્રેસમાંથી પક્ષપલટો કર્યા બાદ બન્ને નેતાઓ બહુમતી સાબિત કરી શક્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા સંજોગોમાં શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યો છે ડીસ્કવોલીફાઈનો ઓર્ડર
ઓર્ડરના જણાવ્યા પ્રમાણે દાવો કરનાર હાલ કોંગ્રેસના કોર્પોરેટર અને નેતા વિપક્ષ ભાનુબેન સોરાણી દ્વારા વશરામ સાગઠીયા અને કોમલ બેન ભારાઈને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ગેર લાયક ઠેરવવા માટે શહેરી વિકાસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. 


કયા મુદ્દાને આધારે અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાએ કે રાજય કક્ષાએ પક્ષમાંથી ભાગલા પડી 1/3 ગૃપ અલગ પડેલ ન હોય અને સામાવાળા એટલે કે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ નાએ માત્ર પોતાના બચાવમાં મૂળ રાજકીય પક્ષમાં ભંગાણ થયેલ હોવાનુ અને 1/3 સભ્યો અલગ થયેલ હોવાનો બચાવ લીધેલ છે. પરંતુ તે પુરાવા આધારે પુરવાર કરેલ ન હોય તેવા સંજોગોમાં પક્ષાંતર ધારાની કલમ ૩(૧)(ક) મુજબ સામાવાળા એટલે કે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ નાએ પોતાનો મૂળ રાજકીય પક્ષનું સભ્યપદ આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્વૈચ્છાએ છોડી દીધેલ હોય તેમ સ્પષ્ટપણે ફલિત થાય છે.


શહેરી વિકાસના ઓર્ડર સામે સ્ટે લેવા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ હાઇકોર્ટના દ્વારા ખટખટાવશે. શહેરી વિકાસના ઓર્ડર પર સ્ટે ના મળે તો પેટા ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે. હાલ પૂરતું મનપા દ્વારા થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવામાં આવશે. પેટા ચૂંટણી માટે મનપા કમિશનર દ્વારા સરકારમાં દરખાસ્ત મોકલવી જરૂરી. પરંતુ હાલ અરજદારો દ્વારા કાયદાકીય પ્રક્રિયા ચલાવવામાં આવનાર હોઈ તેથી પરિણામ આવ્યા બાદ મનપા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube