ગૌરવ પટેલ/અમદાવાદ: મહારાષ્ટ્રની રાજનીતિમાં 'ખજૂરાહોકાંડ' સર્જાયું છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. જેમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. તેઓ સુરતની એક હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર બાદ ગુજરાતના રાજકારણના પણ મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. અચાનક દિલ્હીથી તેડું આવતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં આશ્ચર્ય ફેલાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આવતીકાલ સવાર સુધીમાં દિલ્લી પહોંચવા આદેશ છુટ્યા છે. ED દ્વારા રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછ માટે થઈ રહેલા વિરોધમાં સામેલ થવા સૂચના આપી હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ અંદરખાને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નથી. એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાએ બે દિવસ દિલ્લીમાં રોકાશે.


અદભૂત, આ છે અમદાવાદની રથયાત્રાની અજબ-ગજબ વાતો: રથના રંગરોગાન વિશે શું છે મહત્વ?


આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, ઇડી દ્વારા રાહુલ ગાંધીની થઇ રહેલી પુછપરછ અંગે કોંગ્રેસ વધુ આક્રમક બની રહી છે. જેના કારણે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. આજે સાંજે અથવા આવતીકાલ સવાર સુધીમાં તમામ ધારાસભ્યોને દિલ્હી પહોંચવા આદેશ કરાયો છે. રાહુલ ગાંધીને ઇડીએ આપેલા સમન્સ અને ચાર દિવસથી થઇ રહેલી પુછપરછના વિરોધમાં દિલ્હી પહોંચવા આદેશ અપાયો હોય તેવું જાણવા મળી રહ્યું છે. 


યોગના રંગે રંગાયો ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ, જુઓ ડ્રોનનો અદ્દભૂત નજારો


નોંધનીય છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા છે, ત્યારે અંદરખાને તમામ  નેતાઓમાં ગૂસપૂસ ચાલું થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube