મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ! 79 વિસ્તારમાં મકાન લે વેચ માટે લેવી પડશે ફરજિયાત મંજૂરી
દાળ મિલનો ખાંચો, નાની વ્હોર વાડ, સિધ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. મહેસાણા શહેરમાં કુલ 79 વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે. અશાંત ધારામાં આવતા વિસ્તારમાં મકાન લે વેચ માટે ફરજિયાત પરમિશન લેવી પડશે.
ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરાયો છે. જી હા...મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારમાં અશાંત ધારાની રજુઆત કરાઈ હતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આજે અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. દાળ મિલનો ખાંચો, નાની વ્હોર વાડ, સિધ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. મહેસાણા શહેરમાં કુલ 79 વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે. અશાંત ધારામાં આવતા વિસ્તારમાં મકાન લે વેચ માટે ફરજિયાત પરમિશન લેવી પડશે.
ગુજરાતમાં મેઘાની ધમાકેદાર શરૂઆત, કયા પાકનું કેટલું થયું વાવેતર, બિયારણની શું સ્થિતિ?
અગાઉ મહેસાણા અને પાલનપુર શહેરમાં અશાંતધારો લાગુ કરવાની ફાઇલ એકસાથે સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી. જો કે થોડા સમય પૂર્વે પાલનપુર શહેરમાં અશાંતધારા મામલે જાહેરનામું પ્રાસિદ્ધ કરી દેવાયું છે. હવે મહેસાણા શહેરમાં પણ આ ધારો લાગુ કરાયો છે. મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે પણ મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ થઈ જવાના સંકેત આપ્યા હતા. મહેસાણામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ના વધે એ માટે અશાંત ધારો અમલમાં લાવવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં કુલ 79 વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે લડત ચલાવાઈ રહી છે.
નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી
તમને જણાવી દઈએ કે મહેસાણા શહેરના ધોબીઘાટ નજીકની 50 સોસાયટીઓમાં આ ધારો લાગુ નહીં હોવાને કારણે મકાન અને દુકાનની એક કોમથી બીજી કોમમાં વેચાણ વધ્યું છે. આ વેચાણ થવાને કારણે અનેક સોસાયટીઓમાં મકાનના ભાવ તળિયે બેસી ગયા છે. તો અનેક લોકોએ મને કમને પણ મકાન બીજી કોમના લોકોને વેચી દેવા પડ્યા છે. આ કારણે બહુ સંખ્યક લોકોની અનેક સોસાયટીઓ ઉપર હાલ અલ્પસંખ્યક લોકોનો કબજો જામી ગયો છે. દિન પ્રતિદિન આ સ્થિતિ વધુને વધુ ગંભીર બનતા આ વિસ્તારના લોકોએ અશાંતધારો લાગુ કરવાની માગ કરી હતી. આ માટે આ વિસ્તારના લોકો કાયદાકીય લડત પણ કરી ચુક્યા છે.
ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?