ચેતન પટેલ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાંથી 75 લાખ રૂપિયા મળવાના કેસમાં કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. રોકડ સાથે પકડાયેલા આરોપી ઉદય ગુર્જરના અશોક ગેહલોત સાથેના ફોટો વાયરલ થયા છે. રાજસ્થાન PRO યુથ કોંગ્રેસ સાથે ઉદય ગુર્જર જોડાયેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ગઈકાલે સુરત પોલીસે ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા. આ કારમાંથી રાહુલ ગાંધીની સભાના VIP કાર પાર્કિંગના પાસ મળ્યા હતા. આ પાસ પર બી.એમ.સંદીપનું નામ લખેલુ હતું. તો બીજી તરફ ઝડપાયેલ એક આરોપ ઉદય ગુર્જરનું પણ કોંગ્રેસ સાથે કનેક્શન ખૂલ્યું છે. આરોપી ઉદય ગુર્જર રાજસ્થાન PRO યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. રાહુલ ગાંધીની સભામાં પણ ઉદય ગુર્જર હાજર હતો.


સુરતમાં 75 લાખ રોકડ મળવા મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કાર પકડાવવાની આશંકાએ બી.એમ.સંદીપ  ફરાર થયા હતા. સુરતના રસ્તા પર ભાગતા બી.એમ.સંદીપ CCTVમાં કેદ થયા છે. AICCના સચિવ બી.એમ.સંદીપ CCTVમાં નજરે પડ્યા છે. ઝડપાયેલી કારમાંથી રાહુલ ગાંધીની સભાના પાસ મળ્યા હતા. ગાડીમાંથી બી.એમ.સંદીપનું VIP કાર પાર્કિંગ પાસ પણ મળ્યુ હતુ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube