જયંતિ સોલંકી/વડોદરા: ગુજરાતમાં હવે ચૂંટણીઓ નજીક આવતી જતી દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 60 દિવસ પછી જાહેરાત કરવામાં આવશે, સીઆર પાટિલના આ નિવેદન બાદ એટલું તો ચોક્કસ નક્કી થયું છે કે હવે ચૂંટણીને બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. વડોદરાના સાવલીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ચૂંટણીલક્ષી એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આચાર સંહિતા લાગુ થવા આડે હવે માત્ર 60 દિવસ બાકી રહ્યા છે. 60 દિવસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે છે. સાવલી વિધાનસભા બેઠક ભાજપની સુરક્ષિત બેઠક છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારની ખુબ મહત્વની યોજના નળથી જળના એક કાર્યક્રમમાં આજે આણંદ જિલ્લામાં વલ્લભવિદ્યાનગર નગરપલિકા દ્રારા કરવામાં આવેલ સાતસોથી વધારે નળ કનેક્શન અને ચિલિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ભાજપના  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન મંત્રીની નળ થી જળ યોજનાના ખુબ વખાણ કર્યા હતા અને સામાન્ય  માણસો માટે પણ પાણી મહત્વની જરૂરિયાત છે તેવું જણાવેલ હતું. સીઆર પાટીલએ આગામી ચૂંટણી અંગે કહ્યું હતું કે આચાર સંહિતા આડે હવે માત્ર 60 દિવસ બાકી રહ્યા છે અને હવે સમય રહ્યો નથી.


સી આર પાટીલે આગામી ચૂંટણી અંગે કહ્યું હતું કે, આગામી ચૂંટણીની આચાર સંહિતા આડે હવે 60 દિવસ બાકી રહ્યા છે અને હવે ગણેશ ચતુર્થી, નવરાત્રી દિવાળી જેવા તહેવારો છે એટલે સમય નથી. તેઓ આગામી સપ્ટેમ્બરમાં બે વાર અને તે પહેલાં એક વાર આણંદ જિલ્લાની મુલાકાતે આવશે તેમ જણાવ્યું હતું.


મહત્વનું છે કે, સામાન્ય રીતે નગરપાલિકાઓ સરકાર પાસે ખુબ પૈસા માંગતી હોય છે પણ વિદ્યાનગર નાગરપલિકાની કામગીરી એટલી આયોજન બંધ હોય છે કે સરકાર સામેથી કહે છે કે યોજના આપો અમે પૈસા આપીશુ અને રાજય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાનો કોઈ સારી રીતે ઉયોગ કર્યો હોય તો તે છે વિદ્યાનગર પાલિકા. આ સમયે સાંસદ મિતેશભાઈ પટેલ જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ ધારાસભ્યો પૂર્વ સંસદ સભ્યો અને મોટી  સંખ્યામાં સ્થાનક લોકો જોડાયા હતા. 


સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કેતન ઈનામદાર ટિકિટ મળશે તેવો સંકેત આપ્યો


વડોદરા તાલુકા ભવનના લોકાર્પણમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમ જ પંચાયત મંત્રી હાજર રહ્યા હતા. 2.47 કરોડના ખર્ચ બનાવવામાં આવેલ નવીન તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કેતન ઈનામદાર ટિકિટ મળશે તેવો સંકેત આપ્યો હતો. ગઈ ચૂંટણીમાં 41 હાજર મતે કેતન ઇનામદારને જીતાડયા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં તેઓ 1 લાખ મતે સાવલીના મતદારો જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાવલીના કેટલા સારા કામ કર્યા છે. ત્યારે ફરી કેતન ઇનમદારને ફરી વિધાનસભામાં મોકલવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube