ગુજસેટ પરીક્ષાને લઈને મોટા સમાચાર, જાણો શું કરવામાં આવ્યો સૌથી મોટો ફેરફાર?
હવે વિદ્યાર્થીઓ 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. તમને જણાવી દઈએ કે, ગુજસેટ પરીક્ષા રાજ્યની ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસી કૉલેજમાં પ્રવેશ માટે લેવાય છે.
અમદાવાદ: ગુજકેટની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે ગુજકેટના વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાનું રજિસ્ટ્રેશન 25 જાન્યુઆરી સુધી કરી શકાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તારીખ લંબાવી છે. 20 જાન્યુઆરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જેથી આજે સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હતી.
ગુજરાતની વધુ બે નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું! ફદીયું ના હોવાથી સમગ્ર શહેરમાં અંધારપટ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજસેટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજસેટની પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ છે. હવે વિદ્યાર્થીઓ 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. તમને જણાવી દઈએ કે, ગુજસેટ પરીક્ષા રાજ્યની ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસી કૉલેજમાં પ્રવેશ માટે લેવાય છે.
ગુજરાતભરમાં ફરી કાતિલ ઠંડી ભુક્કા કાઢશે, આગામી 24 કલાક બાદ અહીં વરસાદની આગાહી!