જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને મોટા સમાચાર, જાણો કઈ તારીખથી પરીક્ષાર્થીઓ ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર
પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી માહિતી આપતા કહ્યું કે, આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર
ઝી ન્યૂઝ/ગાંધીનગર: જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને એક મોટી માહિતી આપતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ થયા છે.
IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, આવતીકાલથી એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આવતી કાલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. 9 એપ્રિલે જુનિયર કલર્કની પરીક્ષા લેવાશે.
મહત્વનું છે કે, આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.