મોટા સમાચાર! અમદાવાદના ફલાવર શોમાં ટિકિટના પૈસા બચાવવા હોય તો....
ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ પણ લેવી પડશે. 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશ જયારે તેનાથી મોટી ઉંમરના લોકો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલની ટકોર બાદ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદ: આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે. અમદાવાદીઓ જેની દર વર્ષે રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં એક જ જગ્યાએ દેશ- વિદેશના અનેક ફૂલો જોઈ શકશે. આગામી સમયમાં ભારતમાં જી-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને થીમ પણ તૈયાર કરવામાં આવી છે.
રૂ 30 ની ટિકિટમાં થઈ શકે રૂ 10 નો ઘટાડો: સૂત્ર
ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ પણ લેવી પડશે. 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશ જયારે તેનાથી મોટી ઉંમરના લોકો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલની ટકોર બાદ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ફલાવર શોના ટિકિટ દર મામલે સૂત્રો પાસેથી મોટી માહિતી મળી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ફલાવર શોની ટિકિટના દરમાં ઘટાડો થઇ શકે છે. મુખ્યમંત્રીની સૂચના બાદ AMC એ વિચારણા શરૂ કરી છે. જેમાં રૂ 30 ની ટિકિટમાં રૂ 10 નો ઘટાડો થઈ શકે છે. સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી પ્રવેશ મેળવનારને રૂ 20 ચુકવવાના રહેશે. બપોરે 2 બાદ પ્રવેશ લેનાર માટે ટિકિટ દર 30 રૂપિયા યથાવત રહેશે. હાલ AMC તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે. આજથી AMC આયોજિત ફલાવર શો શરૂ થયો છે.
આ પણ વાંચો:
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
આજે ફ્લાવર શો ખુલ્લો મૂક્યો
સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું પ્રથમ વખત ઉદઘાટન કરવામાં આવ્યું છે. અગાઉ ખાસ કરીને કોરોનાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શો રદ કરવો પડ્યો હતો ત્યારે આ વખતે ફ્લાવર શોના આયોજન બાદ આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બીજીવાર સીએમ પદના શપથ લીધા બાદ આ વખતે કોરોનાની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ કાબુમાં હોવાથી ફ્લાવ શોનું આયોજન થયું છે. ત્યારે પ્રથમ વખત સીએમ ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું છે.
આ પણ વાંચો:
ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે
ફ્લાવર શોની વિશેષતા એ છે કે તેમાં માત્ર ઠંડી ઋતુનું ફૂલ છે. વિવિધ રા્જ્યોના વિશેષતા ધરાવતા ફૂલો લાવવામાં આવ્યા છે. દેશ અને વિદેશના ફૂલો ફ્વાર શોમાં જોવા મળશે. આ ઉપરાંથ પક્ષીની પાંખો જેવા ફૂલો પણ જોવા મળશે. કેરળ સહિત દક્ષિણ ભારતમાં જોવા મળતા ફૂલો પણ અહીં જોવા મળશે.