BIG NEWS: ભારતીય ટીમના કયા ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટરનું કોરોનાને કારણે થયું નિધન?
આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ ખુબ જ વિકટ બન્યા બાદ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. આ રોગના કારણે ગુજરાતમાં લાખો લોકનાં મોત થયા છે. જેમાં અનેક દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે. ત્યારે કોરોનાને કારણે ક્રિકેટનાં વધારે એક દિગ્ગજનું મોત નિપજ્યું છે.
રાજકોટ : આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ ખુબ જ વિકટ બન્યા બાદ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. આ રોગના કારણે ગુજરાતમાં લાખો લોકનાં મોત થયા છે. જેમાં અનેક દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે. ત્યારે કોરોનાને કારણે ક્રિકેટનાં વધારે એક દિગ્ગજનું મોત નિપજ્યું છે.
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. સૌરાષ્ટ્રના પૂર્વ ફાસ્ટ બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોના થયા બાદ લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. જો કે આજે તેમણે કોરોના સામે હાર સ્વિકારી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રવિવારે આ અંગે અધિકારીક માહિતી આપી હતી. રાજેન્દ્રસિંહની ઉંમર 66 વર્ષ હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં નિવેદન અનુસાર જાડેજાનાં આકસ્મિક નિધનથી એસોસિએશન દુખની લાગણી વ્યક્ત કરી છે અને તેમના જવાથી ન પુરી શકાય તેવો ખાડો પડ્યો છે. તેઓ એક શાનદાર સ્પોર્ટમેન હતા. જાડેજા રાઇટ આર્મ પેસ બોલર હતા. તેઓ સારા ઓલરાઉન્ડર પર હતા. ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં તેઓ 50, 11લિસ્ટ એ મેચમાં 134 અને 14 વિકેટો ઝડપી હતી. જ્યારે બંન્ને ફોર્મેટમાં તેમણે 1536 અને 104 રન પણ બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube