Gujarat Police : લાંબા સમયથી પેન્ડિંગ પડેલી ips અધિકારીઓની બદલીનો આદેશ આખરે છૂટ્યો છે. ગુજરાતમાં 35 IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતીના ઓર્ડર કરાયા છે. ગુજરાતના 10 IPS અધિકારીઓની સીધી બઢતી કરાઈ છે. આ સાથે જ 74 દિવસના લાંબા ગાળા બાદ સુરતને નવા પોલીસ કમિશનર મળ્યા છે. સુરત શહેરમાં લાંબા સમયથી પોલીસ કમિશનરની ખુરશી ખાલી પડી હતી, ત્યારે આખરે અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા CP બનાવાયા છે. જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારીઓની પેનલનું લિસ્ટ ચૂંટણી પંચને આપવામાં આવ્યુ હતું. ચૂંટણી પંચ દ્વારા ગણતરીના સમયમાં આ બદલીના આદેશ કરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ સુરત શહેરને મળશે નવા પોલીસ કમિશનર મળ્યા છે. આવી અનેક ખાલી જગ્યાઓ ઉપર આઇપીએસ અધિકારીઓને નિમણૂંકનો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે. 


નેતાઓથી કામ ન બન્યું તો, ક્ષત્રિયોને સમજાવવા સરકારની નવી રણનીતિ, નવા ખેલાડી મેદાનમાં


  • મનોજ અગ્રવાલને DGP હોમગાર્ડ બનાવાયા

  • કે એલ એન રાવને DGP પ્રિઝન એંડ કરેક્શનલ એડમિન બનાવાયા

  • જી એસ મલિકને બઢતી આપી DG તરીકે બઢતી અપાઈ

  • હસમુખ પટેલને બઢતી આપી ડીજીપી બનાવાયા

  • એન એન કોમરને વડોદરા પોલીસ કમિશ્નર બનાવાયા

  • અનુપમસિંહ ગેહલોતને સુરત શહેરના પોલીસ કમિશ્નર બનાવાયા

  • બ્રજેશ કુમાર ઝાને ADGP બનાવાયા

  • વબાંગ જામીરને ADGP તરીકે બઢતી અપાઈ

  • અજય ચૌધરીને ADGP તરીકે બઢતી અપાઈ

  • અભય ચુડાસમાને ADGP તરીકે બઢતી અપાઈ

  • SG ત્રિવેદીને ADGP તરીકે બઢતી અપાઈ

  • જે આર મોથાલિયાને અમદાવાદ રેંજ આઈજી બનાવાયા

  • પ્રેમવીસિંહને સુરત રેંજ આઈજી બનાવાયા

  • નિલેશ જાઝડીયાને આઈજી તરીકે બઢતી અપાઈ

  • બિપીન આહીરેને આઈજી તરીકે બઢતી અપાઈ

  • શરદ સિંગલને IG તરીકે બઢતી પણ પોસ્ટિંગ બાકી

  • ચિરાગ કોરડિયાને આઈજી તરીકે બઢતી કરાઈ પણ પોસ્ટિંગ બાકી

  • પી એલ મલને આજી તરીકે બઢતી અપાઈ

  • એમ એલ નિનામાને IG તરીકે બઢતી અપાઈ

  • એન એન ચૌધરીને આઈજીનુ પ્રમોશન

  • એજી ચૌહાણને આઈજી તરીકે પ્રમોશન

  • આર વી અસારીને આજી તરીકે પ્રમોશન


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીને મોડી રાત્રે પેનલ ચૂંટણી પંચને યાદી મોકલાઈ હતી. જેના બાદથી 48 કલાક માં આઈપીએસ અધિકારીઓની બદલીઓ આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. ત્યારે લાંબા સમયથી અટકેલી આઈપીએસની બદલીઓ આખરે કરવામાં આવી છે. 


દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહી