ઝી બ્યુરો, અમદાવાદ: બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકોના મોત થયા છે. ધંધૂકાના આકરુ ગામ અને અણીયાળી ગામના 3-3 લોકોના મોત થયા છે. રાણપુર તાલુકાના દેવગણા ગામના 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં હાલ કુલ 32 લોકો સારવાર હેઠળ છે. તમામે તમામ દર્દીઓને ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 4 લોકોની હાલત હજુ અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


કથિત લઠ્ઠાકાંડમાં 18 ના મોત, 30 લોકોને ગંભીર અસર; દારૂ કાંડમાં પોલીસનો મોટો ખુલાસો


કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીએ DySPની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. ત્યારે આ સાથે ATS ના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે. કથિત લઠ્ઠાકાંડમાં ગુજરાત ATS પણ એક્શનમાં આવી છે. ગુજરાત ATS ની ટીમ તપાસ માટે બોટાદના બરવાળા પહોંચી હતી.


જો તમારે પણ વિદેશ જવું હોય તો આવા લોકોથી દૂર રહેજો, નહીં તો ચકનાચુર થશે સપનું


ATS ના DIG દિપેન ભદ્રન, SP સુનિલ જોશી સહિત આખી ટીમ બરવાળા પહોંચી છે. સમગ્ર કેસની ATS દ્વારા ઝણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે કુલ પાંચ આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદ અને બોટાદથી આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદથી કેમિકલ મોકલનાર અને વેચનારને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રીક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્યું છે.


દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે સુપરવાઈઝર પર કર્યું ફાયરિંગ, આરોપીની ધરપકડ


સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની એક ફેક્ટરીમાંથી મિથેનોલ લાવવામાં આવ્યો હતો. ત્યારે બરવાળા તાલુકાના ચોકડી ગામે દારૂ બનાવવામાં આવ્યો હતો. ચોકડી ગામના પીન્ટુ ગોરવા નામના બુટલેગર દ્વારા દારૂ બનાવવામાં આવ્યો હતો. ત્યારે લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર બુટલેગર પીન્ટુ ગોરવા ઝડપાઈ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube