Vadodara Boat Accident: ઝી બ્યુરો/વડોદરા: વડોદરા બોટ દુર્ઘટના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. કોર્પોરેશન સાથે થયેલા મૂળ કરાર પ્રમાણે હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટનો જ કોન્ટ્રાક્ટર હતો. પેડલ બોટનો જ કરાર હોવા છતાં સંચાલકો વધુ પૈસા કમાવવા માટે મોટર બોટ ચલાવતા હતા. તો હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ વીમો પણ ન લીધો હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નઘરોળ તંત્ર જોવું હોય તો આવો આણંદ! લાખોના ખર્ચે બનેલુ બિલ્ડીંગ બન્યું શોભાનો ગાંઠિયો


પરેશ શાહ અને તેના ભાગીદારોએ જવાબ ન આપતા ઈન્સ્યોરન્સ કંપનીને પોલીસનું તેડું આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની બેદરાકરીના લીધે બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના મૃત્યુ થયા છે કેમ કે કોન્ટ્રાક્ટ મુજબ કોન્ટ્રાક્ટર બોટ ચલાવે છે કે નહીં તેનું ચેકિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનના જવાબદાર અધિકારીની છે. આ કેસમાં હજુ સુધી કોર્પોરેશનના કોઈ કર્મચારી સામે કાર્યવાહી કરાઈ નથી.


ગુજરાતમાં વિચિત્ર ઋતુનો લોકોને થશે અનુભવ! જાણો અંબાલાલની 'ગાભા' કાઢી તેવી આગાહી


વડોદરા બોટકાંડમાં વધુ એક આરોપી અલ્પેશ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. સૌથી પહેલા બોટિંગનો કોન્ટ્રાક્ટ અલ્પેશ ભટ્ટ પાસે હતો અને હરણી લેકઝોનની તમામ બોટ અલ્પેશ ભટ્ટ લાવ્યો હતો. પરેશ શાહના કહેવાથી ઓગસ્ટ 2023માં કોન્ટ્રાક્ટ નિલેશન જૈનને આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે અલ્પેશ ભટ્ટના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.


'મારી સાથે કંઈક થઈ રહ્યું છે, હું સમજી ના શકી', આયેશા ખાને કર્યો મોટો ખુલાસો