સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા ષડયંત્ર

બનાસકાંઠાના વડગામમાં કારમાંથી મૃતદેહ મળવાના કેસમાં મોટો ખુલાસો. દોઢ કરોડનો ક્લેઈમ મંજૂર કરાવવા ષડયંત્ર રચ્યું હતું. સ્મશાનમાં દાટેલા મૃતદેહ બહાર કાઢીને કારમાં મુક્યા હતા. ત્યારબાદ આગ લગાવી હતી.
અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમમાં ગઈકાલે વહેલી સવારે આગ લાગેલી કાર મળી આવી હતી અને તેમાં કારનો ચાલક બળીને ભડથું થઈ જતા સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી. કારમાં ભગવાન રાજપૂત નામના વ્યક્તિનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે મૃતકનો એફએસએલ અને ડીએનએ રિપોર્ટ તપાસ માટે મોકલ્યો છે.
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
જોકે એક વાત એવી બહાર આવી છે કે પોલીસ પ્રાથમિક તપાસમાં જેને મૃતક માની રહી હતી તે ભગવાન રાજપુતે પોતાની હોટલ ઉપર લીધેલ કરોડો રૂપિયાની લોન માફ કરાવવા માટે કોઈ બીજી વ્યક્તિની સ્મશાનમાં દાટેલી લાશ બહાર કાઢીને કારમાં સળગાવી દીધી છે. જેને લઈને હાલ તો પોલીસ સંપૂર્ણ તપાસ બાદ જ વધુ જાણકારી આપવાની વાત કરી રહી છે પરંતુ આ ઘટનાને સમગ્ર પંથકમાં હડકમ્પ મચાવી દીધો છે.
કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી? આકાશ ઘાટા વાદળોથી ઘેરાયેલું રહેતા વિઝિબિલિટી..
વડગામના ધનપુરા ગામની સિમમાં ગઈકાલે વહેલી સવારે એક કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હોવાનું તેમજ તે કારમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હોવાની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરી હતી જેને વડગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં આગ કોઈ કારણોસર લાગી કે કોઈએ આગ લગાવીને ચાલકનું મૃત્યુ નિપજાવ્યું તેને લઈને તપાસ હાથ ધરી હતી.
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
જે બાદ પોલીસે કારની નંબર પ્લેટ ઉપર થી કારનો પાર્સિંગ નંબર GJ01 HJ 9718 મેળવીને તેની માલિક કોણ છે તેની તપાસ કરતા આ કાર થોડા સમય પહેલા વડગામના ઢેલાણા ગામના ભગવાન રાજપુતે ખરીદી હતી જેથી આ કારમાં ભગવાન રાજપૂતનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું હતું..જેને લઈને પોલીસે કારમાં મળેલ બોડીને FSL અને DNA માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
હાલ અમે ડેડ બોડીને FSLઅને DNA માટે મોકલી છે. જ્યાર સુધી તે રિપોર્ટ ન આવે કશું કહેવું મુશ્કેલ છે. અનેક વાતો સામે આવી રહી છે પણ અમે પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. કારમાં આગ લાગી અને તેમાં ચાલકનું મોત થયા બાદ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જોકે સૂત્રો દ્વારા એવી માહિતી આવી કે ભગવાન રાજપુતે પોતાની હોટલ ઉપર કરોડોની લોન લીધી હતી અને તે માફ થઈ જાય તે માટે તેને આખું તરખટ રચ્યું હતું. તે માટે તેને પોતાના ગામ ઢેલાણા ગામના સ્માશાનમાં દાટેલી લાશ બહાર કાઢીને કારમાં રાખીને ધનપુરા ગામની સીમમાં જઈને કારને સળગાવી દીધી હોવાનું સામે આવતા પોલીસે શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
જોકે સૂત્રો ભગવાન રાજપુતે વીમા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહી રહ્યા છે તો પોલીસ હજુ સુધી આ મામલે વધુ વિગતો આપવાનું ટાળી રહી છે જેથી આ ઘટનાનું કોકડું ગુંચવાતું જઈ રહ્યું છે..જોકે પોલીસનું કહેવું છે કે DNA રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે લાશ કોની છે અને ત્યાર પછી જ સ્માશાનમાં જઈને જ્યાં ખાડો ખોદેલો છે. ત્યાં તપાસ કરાશે. જોકે હાલ તો પોલીસ ભગવાન રાજપૂતને પણ શોધવાની કોશિશ કરી રહી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ આ ઘટના ઉપરથી પડદો ઉચકાશે.