ઝી બ્યુરો/અમદાવાદ: RTEમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ લેવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. 1.5 લાખથી વધુ આવક હોવા છતાં ઓછી આવક બતાડી RTE મા પ્રવેશ લેનારા 150 વાલીઓને DEO એ નોટિસ પાઠવી રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાંથી મોટાભાગના વાલીઓએ ખોટી રીતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 કરોડના GST કૌભાંડમાં સામે આવી શકે છે મોટા માથાઓના નામ! ગાંધીનગરમાં તપાસ શરૂ


રાઈટ ટુ એજ્યુકેશન આર્થિક રીતે ગરીબ બાળકો સુધી શિક્ષણ પહોંચી શકે તે માટેની ભારતની સર્વશ્રેષ્ઠ યોજના છે. પરંતુ RTE મા આર્થિક સદ્ધર હોય તેવા લોકો ખોટા દસ્તાવેજ આપી પ્રવેસ લઇ રહ્યા છે. આવી ઘટના સામે આવતા DEO એ આવા વાલીઓ સામે પગલા લેઈ પોલી ફરિયાદ કરવા શાળાને સૂચના આપી છે.


ધમકીઓની સલમાનની મેન્ટલ હેલ્થ પર પડી રહી છે અસર? ફિલ્મનું શુટિંગ કેન્સલ


અમદાવાદમા ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલ અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ સહીત કેટલીક શાળાઓએ DEO મા ફરિયાદ કરી હતી. શાળાઓએ DEO કચેરી એવા વાલીઓનું લિસ્ટ આપ્યું હતું જેમની આવક 1.5 લાખથી વધુ હોય છતાં રીતેમા પ્રવેશ લીધો હોય. લિસ્ટ મળતા DEO એ 150 વાલીઓને નોટિસ પાઠવી વાલીઓની સુનાવણી શરુ કરી હતી. 


આ શું થવા બેઠું છે? ફરી બંગાળની ખાડીમાં સક્રિય થઈ સિસ્ટમ, જાણો ગુજરાતમાં શું અસર થશે


કેલોરેક્સ સ્કૂલના 63 વાલીઓમાંથી 60 વાલીઓએ ઓછી આવક બતાવી લીધા પ્રવેશ જયારે ઉદગમ સ્કૂલના 30 વાલીઓમાંથી 20 વાલીઓની સુનવણી પૂર્ણ થઇ હતી.20 માંથી 18 વાલીઓએ ઓછી આવક બતાડી RTE માં પ્રવેશ લીધો હતો સુનવણી દરમિયાન વાલીઓએ ઓછી આવક બતાડી પ્રવેશ લીધા હોવાનું સ્વીકાર્યું હતું.