અતુલ તિવારી/અમદાવાદ : થોડા દિવસો અગાઉ જાહેર થયેલું ધોરણ 10નું પરિણામ ઈન્ટરનલ માર્ક આપવાની પદ્ધતિને લીધે વિવાદોમાં ઘેરાયું છે. કોરોનાકાળ વચ્ચે જાહેર થયેલા પરિણામનું શિક્ષણ વિભાગે એનાલિસિસ કર્યું તો ચોંકાવનારી જે હકીકત સામે આવી છે. જેના પગલે કેટલીક શાળાઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જેના કારણે રાજ્ય શિક્ષણ વિભાગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને 280 જેટલી શાળાઓની તપાસ કરવા માટે આદેશ આપવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરની વિચિત્ર કોરોના હોસ્પિટલ: ન પીવાનું પાણી, ન લિફ્ટ કે ન કોઇ પ્રાથમિક સગવડ !


ધોરણ 10ની પરીક્ષાની વાત કરીએ તો 100 માર્કની પરીક્ષામાં 80 માર્કનું પ્રશ્નપત્ર અને 20 માર્ક શાળા કક્ષાએથી ઈન્ટરનલ માર્ક આપવાના રહેતા હોય છે. જો કે ધોરણ 10ના પરિણામમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ સામે આવ્યા છે જેઓને ગ્રેસિંગથી પાસ કરવાની ફરજ પડી છે, અથવા તો નાપાસ કરવામાં આવ્યા છે. જો કે નાપાસ થયેલા કે ગ્રેસિંગ માર્કથી પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા 20માંથી 16 કે તેથી વધારે માર્ક આપવામાં આવ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ તો 20માંથી 20 માર્ક મેળવ્યા છે. 


GUJARAT CORONA UPDATE: નવા 1046 દર્દી, 931 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત


આ બાબત ધ્યાને આવતા પરીક્ષા પદ્ધતિ પર તો સવાલ પેદા થયા જ છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે પ્રક્રિયાના ભાગરૂપે તપાસના આદેશ આપી દેવાયા છે. જે મુજબ અમદાવાદ શહેરની વાત કરીએ તો કુલ 90 શાળાઓમાં અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્ક જોતા તપાસની ફરજ પડી છે. જે માટે DEO કચેરીએ અંદાજે 10 જેટલી ટીમ બનાવી સોમવારથી શાળાઓની તપાસ કરવાની યોજના બનાવી છે. તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો 8 બીટના તમામ ASI ને સોમવારથી 170 જેટલી શાળાઓની તપાસ કરવા માટે DEO, ગ્રામ્યએ આદેશ આપ્યા છે.


તાંત્રિકે બે યુવતીઓને બોલાવીને કહ્યું આપણે ખાસ વિધિ કરવાની છે, તમારે તમામ કપડા ઉતારવા પડશે અને...


માર્ચ 2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં પાસ થવા ગ્રેસિંગની જરૂર પડી અથવા નાપાસ થયા પરંતુ ઈન્ટરનલ માર્ક 16 થી લઈ જે રીતે પૂરે પૂરે 20 માર્ક વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. તે જોતા શાળાઓએ જે રીતે ઈન્ટરનલ માર્કની લ્હાણી કરી છે તે જોતા આવી શાળાઓની તપાસ થાય એ જરૂરી બની છે. આગામી વર્ષે યોજાનારી બોર્ડની પરીક્ષામાં આ પ્રકારે શાળાઓ ઈન્ટરનલ માર્કની લ્હાણી ના કરે તેવો મેસેજ પણ શાળાઓને પહોંચાડી દેવાનો પ્રયાસ થયો છે. છતાંય DEO કચેરીની તપાસ અને ત્યારબાદ રજૂ થનાર રિપોર્ટ બાદ શિક્ષણ વિભાગ આવી શાળાઓ સામે શુ પગલાં લે છે હવે તે જોઉં રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube