આણંદ :આણંદના બોરસદ નજીકના અલારસા ગામમા તળાવમાં માટી ખોદકામ દરમિયાન તાજેતરમાં વિશાળ શિવલિંગ મળી આવ્યું છે. ત્યારે સ્વયંભૂ પ્રકટ શિવલિંગના દર્શન માટે જે રીતે રોજ લોકો ઉમટી પડે છે, તે જોતા હવે તે ટુરિસ્ટ પ્લેસ બની ગયુ છે. અહી રોજ 5 હજાર લોકો દર્શને આવી રહ્યા છે. જેને પગલે તેની આસપાસ મંદિર જેવો માહોલ બની ગયો છે. લોકો શ્રદ્ધાથી નારિયેળ ચઢાવી રહ્યાં છે. જેથી આસપાસ રેંકડીઓ પણ ઉભી થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદની અમી છાંટણાથી શિવલિંગ બહાર આવ્યું હતું
આણંદના બોરદસદ તાલુકાના અલારસા તાબે અભેટાપુરા ગામ આવેલું છે. ગામમાં રેલવે કોરીડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે પાસેના તળાવમાં 18 જૂનની આસપાસ ખોદકામ દરમિયાન એક શિવલિંગ આકારની પ્રતિકૃતિ મળી આવી હતી. આ જાણ થતા જ મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શિવલિંગની વાત ગામમાં ફેલાતા લોકો એકઠા થઈ ગયા હતા. અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનુ મોટુ થડ સમજી લીધુ હતું. પરંતુ બાદમાં વરસાદ આવતા આ આકારમાંથી પાણી વહેલા લાગ્યુ હતું. અને શિવલિંગ જેવી પ્રતિકૃતિ દેખાવા લાગી હતી.  શિવલિંગની આ પ્રતિકૃતિ અંદાજે 15થી 17 ફૂટ ઊચી છે અને 10 ફૂટનો ઘેરાવો ધરાવે છે.


આ પણ વાંચો : રાજસ્થાનના કન્હૈયાની જેમ ગુજરાતી યુવકને મળી મોતની ધમકી, કહ્યું-તારું પણ ગળુ કાપી નાંખીશું


ખાણીપીણીની રેંકડીઓ ઉભી થઈ ગઈ
હવે સ્થિતિ એવી છે કે, મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવી રહ્યાં છે. સ્વયંભૂ પ્રગટ થયેલું 'શિવલિંગ' હવે આસ્થાનું ધામ બની ગયુ છે. જેને કારણે અહીં રોજ 5 હજાર લોકો દર્શન માટે ઉમટી પડે છે. એટલુ જ નહિ, આ સ્થળે રોજગારીનુ કેન્દ્ર પણ બન્યુ છે. કારણ કે, અહીં આવનારા દર્શનાર્થીઓ માટે ચા-નાસ્તા અને ખાણીપીણીની દુકાનો પણ ચાલુ થઈ ગઈ છે. જેથી અહી સવારથી લઈને રાત સુધી ચહલપહલ હોય છે. 



આસપાસ યાત્રાધામ જેવો માહોલ
વાયુવેગે વાત ફેલાઈ જતા અહીં આવનારા દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ જગ્યા પર મોટી ધજા ચઢાવાયી છે. અને રોજ નાળિયેર ચઢાવવા આવનારા લોકો વધી રહ્યાં છે. તો અહી બે સમય પૂજા-આરતી પણ થઈ રહી છે. કેટલાક લોકો શિવલિંગની સામે બેસીને ભજન કિર્તન પણ કરે છે. આમ, આ જગ્યાનો માહોલ ભક્તિમય બની ગયો છે. કોઈ મંદિરમાં હોય તેવો માહોલ અહી જોવા મળે છે. આ કારણે હવે સ્થાનિક લોકો અહી મંદિર બનાવવાની માંગ કરી રહ્યાં છે. લોકો આ સ્થળને આસ્થા સાથે જોડી રહ્યાં છે. 



સ્થળ બન્યુ કમાણીનું સેન્ટર
જેમ કોઈ પિકનિક સ્પોટ પર ખાણીપીણી અને ધાર્મિક વસ્તુઓની વેચાણની રેંકડીઓ ઉભી થતી હોય છે. તેમ આ સ્વંયભૂ શિવલિંગની આસપાસ પણ ચા-નાસ્તા અને ખાણીપીણીની દુકાનો શરૂ થઈ ગઈ છે. કેટલાક શ્રીફળ તો કેટલાક પ્રસાદી વેચે છે. આમ, આ સ્થળ કમાણીનુ કેન્દ્ર બન્યો છે. 


આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ CM બની ગયેલા ઉદ્ધવ ઠાકરેનુ દર્દ છલકાયું, ભાજપને અઢી વર્ષ પહેલાની વાત યાદ અપાવી


જેસીબીનો પંજો તૂટ્યો પણ શિવલિંગને કંઈ ન થયું
આ શિવલિંગને પહેલી નજરે જોનારા બુધાભાઈ કહે છે કે, હુ નજીક જ રહુ છું. તેથી અમે તેની તસવીરો લઈને સોશિયલ મીડિયા પર મૂકી હતી. જે દિવસે અહી કામ ચાલતુ હતું ત્યારે રેલવેવાળા આ તળાવમાંથી જ્યારે માટી લેતા હતા ત્યારે JCBનો પંજો તૂટી પડ્યો હતો, પણ શિવલિંગને કંઈ નુકસાન થયું નહોતું.'