Kutch News કચ્છ : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. છેલ્લાં કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. કચ્છમાં છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે સવારે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 8:06 કલાકે 4.00ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે. 


બજેટ પહેલા ગ્રાહકોને મોટો ઝટકો, વધી ગયા ગેસના બોટલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત


28 જાન્યુઆરીએ આવ્યો હતો આંચકો 
28 જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના ભચાઉમાં આવેલ ભૂકંપનો આંચકો મોરબી જિલ્લામાં પણ અનુભવાયો હતો. હળવદ, માળિયા અને મોરબી વિસ્તારમાં પોણા પાંચ વાગ્યે ધારા ધ્રુજી હતી. મોરબીના લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આ સમયે કચ્છના ભુજમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 


સતત આવી રહેલા ભૂકંપને કારણે હાલ સમગ્ર કચ્છમાં ડરનો માહોલ છે. હજી 26 જાન્યુઆરી જ ભૂકંપની વરસી ગઈ હતી. 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. 23 મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ લોકોને ધ્રુજાવી ગઈ હતી. 


Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલીઓનો આદેશ છૂટ્યો