Loksabha Election 2024: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ઉઠી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. તો બીજી બાજુ વિરોધના વંટોળ વચ્ચે અનેક રાજકીય નેતાઓેએ પરસોત્તમ રૂપાલાની પડખે આવ્યા છે. પાટીદારો પણ રૂપાલાના તરફેણમાં છે. ત્યારે વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું ષડયંત્ર 
વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલનને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે. બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું ષડયંત્ર છે. પરંતુ ગુજરાતમાં મતદારો ભાજપ સાથે અડીખમ છે, દરેક બેઠકો મોટી લીડથી જીતીશું.  


નોંધનીય છે કે, પરસોત્તમ રૂપાલાને દિલ્હીની બેઠકમાં ક્લીનચીટ મળી ગયાની ચર્ચા વહેતી થઈ છે. રાજકોટમાં ગઈકાલે (શુક્રવાર) પરશોત્તમ રૂપાલાએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું તેની જાહેરાત કરવામાં આવશે. રૂપાલાએ કાર્યકરોને આહવાન કરતા કહ્યું કે, બે કાર્યક્રમમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનું છે. મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા અમરેલીના લોકોને મારી અપીલ છે. ફોર્મ ભરતી વખતે અમરેલીથી પાઘડી બંધ આવવા કાર્યકરોને મારી અપીલ છે. આસપાસના લોકોને કહેજો કે રૂપાલા સાહેબ આપણા જાણીતા છે તેવુ કહેજો. વધુમાં વધુ લોકોને આ વાત કરજો. મારા પર ઈશ્વરીયા મહાદેવની કૃપા ઉતરી છે મારા માટે અંબરીશ ડેર અહી આવ્યા છએ. અંબરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે. અમરીશ ડેર તો મારી સાથે યુવા મોરચાનો કાર્યકર હતા. રૂપાલા ભાવુક થયા તેવા સમાચાર કોઈ ચેનલમાં ચાલતા હોઈ તો તે ખોટા છે તેની નોંધ લેજો. 


સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ત્યાં હવે પરશોતમ રૂપાલાનો આ વિવાદ હવે સમગ્ર દેશવ્યાપી બન્યો ગયો છે. રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેઈનનોની શરૂઆત કરી છે. પાટીદાર સમાજના યુવાનોએ હેશટેગ આઈ એમ વિથ રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કર્યું છે. રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવા વીડિયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાંશકારો થયો છે. રાજકીય નેતાઓએ પણ રૂપાલાનું સમર્થન કરવા અને તેમની સાથે અડખમ રીતે ઉભા રહેવા માટે લોકોને અપીલ કરી છે.