રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના માંજલપુર વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રનના બનાવમાં આરોપી જીપ ચાલક દેવુલ ફૂલબાજે નાટ્યાત્મક રીતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. આરોપી દેવુલ ફૂલબાજે પુર ઝડપે પોતાની જીપ હંકારી સ્કુટી સવાર ત્રણ ભાઈ બહેનોને ટક્કર મારતાં 7 વર્ષના કવિશ પટેલનું મોત નિપજ્યું છે, ત્યારે મૃતક બાળકના પરિવારે પોલીસ કાર્યવાહી પર અનેક સવાલો ઉઠાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંજલપુર પોલીસ સ્ટેશનમાં 18 વર્ષીય ધારવી પટેલે ફરિયાદ નોંધાવી છે. ધારવી પટેલ સૌપ્રથમ વખત મીડિયા સામે આવી, જેમાં તેણે ZEE 24 કલાક ને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે તેના બંને ભાઈઓને ટ્યુશનથી લઈ ઘરે જતી હતી તે સમયે પાછળથી જીપ ચાલકે ટક્કર મારી જેનાથી તેવો ત્રણેય રોડ પર પટકાયા. જેમાં તેણે પગ અને હાથમાં ઈજા પહોંચી છે, તેના પિતરાઈ ભાઈ કિયાન પટેલને મોઢા પર અને પગમાં ઈજા પહોંચી, જ્યારે તેનો 7 વર્ષનો પિતરાઈ ભાઈ કવિશ પટેલને માથામાં ગંભીર ઈજા પહોચી છે, સાથે જ મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે. જેથી તેને લોકોની મદદ માંગી જેમાં એક કાર ચાલક ત્રણેય ભાઈ બહેનોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો પણ ત્યાં કવિશનું મોત નીપજ્યું.


આ પણ વાંચો:- વડોદરામાં SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ, શોધવા પેમ્ફ્લેટ પણ છપાવ્યા


ધારવી પટેલ કહે છે કે તેને તેના 7 વર્ષના ભાઈને ખોયો છે, અકસ્માતની ઘટના તે જીવનમાં ક્યારેય નહી ભૂલી શકે. ધારવી પટેલે માંજલપુર પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેને પોલીસ સમક્ષ આરોપી દેવુલ ફૂલબાજે સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, સાથે જ આરોપી પર IPC 304 ની કલમ લગાવવાની માંગ કરી છે. ZEE 24 કલાકને ઇન્ટરવ્યૂ આપતા સમયે ધારવી પટેલ ભાવુક પણ થઈ હતી.


આ પણ વાંચો:- VADODARA: એક એવી સોસાયટી કે જ્યાં કુતરાઓ નાગરિકો પાસે ફરજીયાત કર્ફ્યૂ પાલન કરાવે છે


મૃતક બાળકના મામા પ્રતીક પટેલે પણ માંજલપુર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે, જેમાં પોલીસ પર આરોપી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે, સાથે જ આરોપીના પિતા ઘનશ્યામ ફૂલબાજે રાજકીય નેતા હોવાથી માંજલપુર પોલીસ પર રાજકીય પ્રભાવ હેઠળ કાર્યવાહી કરવાનો આક્ષેપ કર્યો છે. પ્રતીક પટેલ કહે છે કે અમદાવાદ પોલીસ હિટ એન્ડ રનના બનાવમાં આરોપી સામે IPC 304 ની કલમ લગાવતી હોય, તો વડોદરા પોલીસ કેમ નથી લગાવી રહી.


આ પણ વાંચો:- વડોદરામાં બુટલેગરે એવું તો શું કર્યું કે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ, જાણો સમગ્ર મામલો


જો પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી નહી કરે તો તેવો ગૃહમંત્રી સુધી ફરિયાદ કરશે તેવી પણ વાત મૃતકના મામા કરી રહ્યા છે. ત્યારે હવે શું માંજલપુર પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી આરોપીને કાયદાકીય રીતે મદદરૂપ થાય તેવી કામગીરી કરશે તે આગામી સમયમાં ખબર પડી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube