સુરત પોલીસને હાથ લાગી મોટી સફળતા, સૌથી મોટા ચલણી નોટના રેકેટનો પર્દાફાશ!
સુરત જિલ્લા પોલીસ તપાસ કરતા બાતમી ને આધારે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સોસાયટી ગ્રીન સિટી સોસાયટીના મકાન નંબર 66 માં પ્રવીણ રાજારામ માળી નામનો ઈસમ આ સમગ્ર બનાવટી ચલણી નોટોનો રેકેટ ચલાવી રહ્યો હોવાની બાતમી મળી હતી.
સંદિપ વસાવા/સુરત: જિલ્લા પોલીસને વધુ એક વાર મોટી સફળતા હાથ લાગી છે. ડુપ્લીકેટ ચલણી નોટ બનાવટનો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લા પોલીસે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. 4.81 લાખના મુદ્દામાલ સાથે સમગ્ર રેકેટનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો.
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા પંથકમાં ઘણા સમયથી બનાવટી ભારતીય ચલણી નોટોનો વેપલો ચાલી રહ્યો હોવાની સુરત ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી. જેથી સુરત જિલ્લા પોલીસ તપાસ કરતા બાતમી ને આધારે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સોસાયટી ગ્રીન સિટી સોસાયટીના મકાન નંબર 66 માં પ્રવીણ રાજારામ માળી નામનો ઈસમ આ સમગ્ર બનાવટી ચલણી નોટોનો રેકેટ ચલાવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે ત્યાં રેડ કરતા પ્રવીણ રાજારામ માળીના ઘરમાંથી અલગ અલગ દરની બનાવટી ભારતીય ચલણી નોટો તેમજ બનાવટી નોટોનું કટીંગ કરવાની પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
એક વિવાહ ઐસા ભી! દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી
સુરત ગ્રામ્ય પોલીસે બનાવટી ભારતીય ચલણી નોટોનો મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાજારામ માળીની ઘરની ચોકસાઈપૂર્વક તપાસ કરી હતી. જ્યાં તપાસ કરતા 500 200 તેમજ 100 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો નો મોટો જથ્થો મળી આવ્યો હતો. મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાજારામ માળી આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા યુ ટ્યુબ ના માધ્યમથી ભારતીય બનાવટી ચલણી નોટો બનાવવા અંગે માહિતી મેળવી હતી.
Guinness World Records: ગુજરાતમાં જાણીતી હેલી એન્ડ ચિલી કાફેએ કર્યો વર્લ્ડ રેકોર્ડ
બનાવટી ચલણી નોટો ઉપર સિમ્બોલ લગાવી નોટો તૈયાર કરતો હતો. અને બાદમાં બજારમાં ફરતી કરતો હતો. સુરત ગ્રામ્ય પોલીસે પ્રવીણ રાજારામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 4.62 લાખની ભારતીય ચલણી નોટો, એક મોબાઇલ તેમજ રોકડા મળી 4.81 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો . ઘણા સમયથી નાના દરની બનાવટી ભારતીય ચલણી નોટો પ્રવીણ રાજારામ માળી બનાવતો હતો. અને આર્થિક ફાયદો મેળવવા માટે બજારમાં નોટો ફરતી કરી હતી.