Kyrgyzstan Mob Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. હાલ પાકિસ્તાને પોતાના વિદ્યાર્થીઓને પરત આવવા માટે કામગીરી હાધ ધરી છે. આ માટે પાકિસ્તાની શનિવારે એક વિમાન મોકલીને પોતાના વિદ્યાર્થીઓને પરત બોલાવ્યા હતા. તો ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંસાના વીડિયો વાયરલ થયા 
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્થાનિક લોકો વિદેશી વિદ્યાર્થીઓને માર મારી રહ્યાં છે. તો સાથે પોલીસ ઉભી રહીને તમાશો જોઈ રહી છે. ભીડે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. બહારથી પથ્થરમારો કર્યો હતો. તો વિદ્યાર્થીઓનો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. કહેવાય છે કે, સ્થાનિક વિદ્યાર્થીઓ અને મિસરના વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેના બાદ હિંસા ભડકી હતી. મિસરના વિદ્યાર્થીઓ ત્યાંથી યુવતીઓ સાથે છેડતીનો વિરોધ કરી રહ્યા હતા. તેના બાદ આ ઘટના બની હતી. 


કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ 100 કર્મચારી પહોંચ્યા કોર્ટ


ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ
કિર્ગિસ્તાન મીડિયા આઉટલેટે હિંસાને વિદેશીઓની સામેનો વિરોધ બતાવ્યો છે. કિર્ગિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પહેલા રિપોર્ટ આવ્યા હતા કે, પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે. જોકે, પાકિસ્તાન તરફથી આવી ખબરને ખોટી ગણાવાઈ છે. આ ઘટનામાં પાંચ પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હાલ પાકિસ્તાન તથા ભારતીય દૂતાવાસે પોતપોતાના વિદ્યાર્થીઓને હોસ્ટલની અંદર જ રહેવાની સૂચના આપી છે. 


નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતને પણ કરશે અસર


 


અમેરિકામાં વિઝા માટે ગુજરાતીઓએ કર્યું મોટું કૌભાંડ, 4 પાટીદારોનો ભેદ ખૂલ્યો