ઉદય રંજન/અમદાવાદ: આંબાવાડી વિસ્તારના કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડ્યાની ઘટના સામે આવે છે. આ ભેખડ ઘસી પડતા એક બાળકી નું મોત નીપજ્યું છે. આંબાવાડી સી.એન વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં બેઝમેન્ટ નું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. આ ભેખડમાં દટાયેલ બાળકીનું મુત્યુ નીપજ્યું, જ્યારે એક મજૂર ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેકિંગ ન્યૂઝ : હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમો, પોલીસ નહિ આવે


આ ઘટના બનતાની સાથે સાઈટ પર કામ કરતા સબ કોન્ટ્રાકટરે આ ઘટનાની જાણ પોલીસ કે ફાયર વિભાગને ન કરવાથી શંકા ઊભી થઈ હતી, ત્યારે કોન્ટ્રાકટર અને શ્રમિક પરિવાર બાળકીની સવાર માટે ખાનગી વાહનમાં લઈને હોસ્પિટલ સારવાર માટે પહોંચી હતી, પણ બાળકીનું મોત થયા બાળકોના મૃતદેહને બાંધકામ સાઈટ પર રાખી દેવામાં આવ્યો હતો. 


Free LPG Cylinder: હવેથી તમને વર્ષમાં બે વાર મળશે મફત ગેસ સિલિન્ડર; દિવાળીથી શરૂ થશે


એટલામાં મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા એલીસબ્રીજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બિલ્ડર દ્વારા આ બનાવ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન : 2100 જવાનો નવ દિવસ ડ્યુટી પર રહે