ઝી બ્યુરો/સુરત: સુરત શહેરની કીમ જીઆઈડીસીમાં એક મોટી દુર્ઘટના બની છે. સુરતના માંગરોળની નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર દરમિયાન ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના કમકમાટીભર્યા મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર કેમિકલ ભરેલુ ડ્રમ ફાટી ખોલતા આ ઘટના બની છે. જેમાં ચાર કામદારોના જીવ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાના ભયાનક ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો! હવે આ જિલ્લાઓનો છે વારો, જાણો ઘાતક આગાહી


હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી ગઈ છે. ઘટનાને પગલે ચારેબાજુ અફરા તફરીનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ જે કામદારોનો મોત થયા છે, તેમાં બે કામદારો અંકલેશ્વરના, એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. 


ગુજરાતના ખેડૂતોને મળશે 40 કરોડની સહાય, જાણો તમારો નંબર લાગશે કે નહીં?


માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના છે. જ્યા મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો. કામદારોએ કેમિકલવાળા ડ્રમ ખોલતા જ ચાર કામદારોને ઝેરી અસરને લઈને શ્વાસ રૂંધાયો હતો. જેમાં ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે કીમની સાધના હોસ્પિટલમાં લવાયા હતા.


કેમિકલ વિના વાળ કાળા કરવા છે? આ 5 વસ્તુઓ છે બેસ્ટ, એક પણ સફેદ વાળ માથામાં નહીં દેખાય


મૃતકના નામ 
ઇમ્તિયાઝ અબ્દુલ શેખ ઉમર 45, અમીન પટેલ ઉમર 22 વર્ષ, અરુણ ઉમર 22 અને રઘાજી ઉમર. 54 વર્ષનો સમાવેશ થાય છે.