રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે
Loksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
Gujarat Politics : લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ બે પાટીદાર નેતાઓ એકસાથે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. આવતીકાલે વિધીવત રીતે બંને ભાજપમાં જોડાશે. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમને ખેસ પહેરાવશે. બંને નેતાઓની સાથએ પાસની ટીમ પણ ભાજપમાં જોડાશે.
ગત અઠવાડિયે બંનેએ સાથે રાજીનામું આપ્યું હતું
ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું પાટીદાર આંદોલનના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. હાર્દિક પટેલ તો ભાજપના ધારાસભ્ય બની ગયા છે. ત્યારે ગત અઠવાડિયે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને ખાસ મિત્રો છે, ત્યારે બંને મિત્રોએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા ચકચાર મચી ગઈ હતી. જોકે, બંને ગમે ત્યારે ભાજપમાં જશે તેવી ચર્ચા વહેતી થઈ હતી. ત્યારે આખરે આ વાત પર પૂર્ણવિરામ મૂકાયું છે.
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન
અલ્પેશ કથીરિયાની રાજકીય કારકિર્દી
આ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 30 ઓક્ટોબર 2022ના દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં AAPએ વરાછા વિધાનસભાથી ટિકિટ આપી હતી. સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથીરિયા હાર્યા હતા. તેના બાદ 18 એપ્રિલ 2024ના દિવસે કથીરિયાએ AAP છોડ્યું હતું. તેમની સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું હતું
રાજીનામા માટે સેવા કરવાનું આપ્યુ હતું બહાનું
બંને પાટીદાર નેતાઓએ સમાજ સેવા કરવાનું કારણ આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. બંનેએ ખરી ચૂંટણી ટાંણે એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા ન આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ પાર્ટીના મુખિયા જેલમાં છે, તો બીજી તરફ પાર્ટીના કાંગરા એક પછી એક ખરી રહ્યાં છે.
હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણય