Ahmedabad News : અમદાવાદમાં રસ્તાઓ પર માણસો કરતા વાહનો વધુ જોવા મળે છે. અહી ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે. લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી. ત્યારે રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. સરખેજ ગાંધીનગર હાઇવે પર બનશે એક-બે નહિ, પરંતું પાંચ ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં રોડ ક્રોસ કરતા સમયે અવાર નવાર સર્જાતા અકસ્માતને ધ્યાને લઈ એક મહત્વનો નિર્ણ લેવાયો છે. 20 કરોડના ખર્ચે અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર પાંચ ફુટ ઓવર બ્રિજ આકાર પામશે. એએમસી અને નેશનલ હાઇવે ઓથોરિટીના સર્વેમાં આ વિગતો બહાર આવી છે. 


આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય પૂજા


ક્યાં ક્યાં બનશે ફ્લાયઓવર 


  • ગોતા ફ્લાયઓવર અને એલીવેટેડ કોરીડોરના વચ્ચે-ગોતા

  • એલીવેટેડ કોરીડોર અને થલતેજ અન્ડરપાસ વચ્ચે - થલતેજ

  • થલતેજ અન્ડરપાસ અને પકવાન ફ્લાય ઓવર નજીક - ગ્રાન્ડ ભગવતી પાસે

  • પકવાન ફ્લાય ઓવર અને ઇસ્કોન બ્રીજ વચ્ચે -રાજપથ ક્લબ

  • વૈષ્ણોદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સીટી પાસે - વૈષ્ણોદેવી


જિલ્લા કલેક્ટરની રોડ સેફ્ટી બેઠકમાં આ બેઠકમાં અવારનવાર થતા અકસ્માતના સ્થળે બ્લેક સ્પોટ સાઇન બોર્ડ અને માર્કીગ આપવા સુચના અપાઈ છે. 


વસ્ત્રાપુર લેકમાં બનશે ફૂડકોર્ટ
વસ્ત્રાપુર લેક પાસે આવેલા ઍમફી થિયેટરને તોડી ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. વસ્ત્રાપુર લેકની સાથે ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે. સહેલાણીઓને લેકના નજરા સાથી ફૂડ કોર્ટની સુવિધા પણ મળે તેવું આયોજન કરાયું છે. હાલ ઍમફી થિયેટરમાં બુકીંગ ન આવતા બંધ કરાયા છે. 5 હજાર ચોરસ મિટરથી પણ વધુ એરિયામાં 5.15 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવામાં આવશે. 


આફ્રિકામા ગુજરાતીઓ લૂંટાયા, ગન લઈને દુકાનમાં ઘૂસી આવ્યા લૂંટારું, આખી ઘટના સીસીટીવીમાં કેદ